જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ ના નવા વર્ષની પ્રથમ જનરલ મીટીંગ મારુતિનંદન હોટલમાં યોજાઇ

જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ ના નવા વર્ષની પ્રથમ જનરલ મીટીંગ મારુતિનંદન હોટલમાં યોજાઇ
જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ ની નૂતન વર્ષ ની પ્રથમ જનરલ મીટીંગ મારુતિનંદન હોટલ બોટાદ ખાતે યોજાઇ , સૌ પ્રથમ મેમ્બરો એ કાઢીયાવાડી ભોજનનો રસાસ્વાદ લીધો. જાયન્ટસ પ્રાર્થના થી શરૂ થયેલ મિટિંગમાં નવા વર્ષના પ્રમુખ ચંદુભાઈ સાવલિયા દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું.ફેડરેશન નોમિનેટ પ્રમુખ કેતનભાઈ રોજેસરા નું તમામ પૂર્વ પ્રમુખશ્રીઓ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું. ડી.એ.દીપકભાઈ દ્વારા ગત માસનો અહેવાલ અને આગામી માસમાં યોજાનાર પ્રોજેક્ટ /પોગ્રામ ની જાણકારી આપેલ
.સ્થાપક પ્રમુખ ડૉ. લલિત બદ્રકિયા ,ડો.કે.બી.શાહ ,ગ્રીન મેન સી.એલ.ભીકડીયા દ્વારા કેતનભાઈ ની નિમણુંક ને વધાવી.નવી કાર્યપદ્ધતિ દ્વારા સફળતા મેળવવા આહવાન કર્યું અને ટીમ સાથે ખંભે ખંભો મિલાવી સમગ્ર વર્ષ દરમિયાન કાર્ય કરવા ખાત્રી આપેલ. કાર્યક્રમ ના અંતમાં મેમ્બરો વચ્ચે લક્કી ડ્રો નું આયોજન કરવામાં આવ્યું જેમાં ૨૧ લક્કી મેમ્બરો ને ઇનામ આપવામાં આવ્યા..અંતમાં રાષ્ટ્રગાન બાદ સૌ છૂટા પડ્યા.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300