પત્નીની નજર સામે જ પતિનું કમકમાટી ભર્યું મોત

પત્નીની નજર સામે જ પતિનું મોત
લીમખેડાના પ્રતાપપુરા પાસે માતેલા સાંઢની માફક આવેલી કારે રોડ ઓળંગતા દંપતીને ટક્કર મારી, પતિનું કમકમાટી ભર્યું મોત
લીમખેડા તાલુકાના પ્રતાપપુરા ગામે દાહોદ ગોધરા હાઇવે પર એક દંપતી રોડ પરથી પસાર થતું હતું, તે દરમિયાન ગોધરા તરફથી પૂરપાટ ઝડપે આવતી કારે દંપતીને અડફેટે લેતા પતિને ગંભીર ઈજાઓ પહોંચતા મોત થયું હતું જ્યારે પત્ની ઇજાગ્રસ્ત કરતા સારવાર સાથે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર પંચમહાલ જિલ્લાના દહીકોટ ગામના દંપતી ગેમાભાઇ હીરાભાઇ રાવળ તથા મણીબેન ગેમાભાઇ રાવળ લીમખેડા તાલુકાના પ્રતાપપુરા ગામે તેમની દિકરીના ઘરે ખબર અંતર પુછવા માટે ગયેલા હતા, ખાનગી વાહન માંથી પ્રતાપપુરા ગામે હાઈવે રોડ પર ઉતરીને બપોરના આશરે સાડા ત્રણ વાગ્યે રોડ ક્રોસ કરી દિકરીના ઘરે જતા હતા,. રોડ ક્રોસ કરતી વખતે ગોધરા તરફથી પૂરપાટ ઝડપે આવતી કાર ચાલકે દંપતીને ટક્કર મારતા ગેમાભાઇ હીરાભાઇ રાવળને ગંભીર ઇજાઓ પહોચી હતી જ્યારે મણીબેન ગેમાભાઇ રાવળને સામાન્ય ઈજાઓ થઈ હતી.
ઘટનાની જાણ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરતા એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી આવી હતી, ઈજાગ્રસ્ત દંપતિને લીમખેડા સામુહીક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે લઈ જવામા આવ્યા હતા, જ્યા ગેમાભાઇ માથામાં તથા પગે ગંભીર ઇજાઓ પહોંચતા તબીબો તપાસ કરતા મૃત જાહેર કર્યા હતા, જ્યારે મણીબેન રાવળને સામાન્ય ઈજાઓ પહોંચતા સારવાર કરવામા આવી હતી, હાલ તો પોલીસે અકસ્માત વાળી કાર નંબર GJ-18 AM-3894 નો કબ્જો લઈ કાર ચાલક ભુપેન્દ્રભાઈ ઘનશ્યામભાઈ બારોડ રહે.અમદાવાદની ધરપકડ કરી કાયદેસરની ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
દીપક રાવલ લીમખેડા દાહોદ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300