પેટલાદ તાલુકાના ભારેલ ગામમાં સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો…

પેટલાદ તાલુકાના ભારેલ ગામમાં સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો…
ભારેલ ગામની પ્રાથમિક શાળાના પટાંગણમાં લાયન્સ ક્લબ પેટલાદ અને ધીરજ હોસ્પિટલ વાઘોડિયાના સહયોગથી તેમજ ધર્મેન્દ્રભાઈ મણીભાઈ પટેલની સેવાકાર્ય પ્રવૃત્તિથી તારીખ 7.1.2024ને રવિવારે ગામના અને આજુબાજુના ગામના લોકો આ સર્વ રોગ નિદાન કેમ્પનો લાભ લઇ શકે તે માટે આયોજન કરવામાં આવ્યું હતું.પ્રમુખ હરેન્દ્રભાઈ પંડ્યા તેમજ સેક્રેટરી જયેશભાઇ ચોકસીના રાહબરી હેઠળ તેમજ ધીરજ હોસ્પિટલના ડોક્ટર સ્ટાફ અને મેડિકલ સ્ટાફના સહયોગથી ગામના તેમજ પરગામના લોકોએ વિવિધ રોગ જેમકે આંખો,હાડકા,ફિઝિશિયન,લેબોરેટરી અને બીજા સ્ત્રી રોગને લાગતા કેસોની તપાસ કરી સારવાર આપવામાં આવી.કન્યા વિદ્યાલયની બહેનોએ પણ આ કેમ્પનો લાભ લીધો.ડો,જી.કે પટેલ,સુનિલભાઈ પટેલ,નિરંજનભાઈ શાહ તેમજ અન્ય વિભાગના મહાનુભાવો હાજર રહ્યા હતા.શાળા આચાર્ય શ્રી પ્રકાશભાઈ મેકવાન અને સિનિયર શિક્ષક ઘનશ્યામભાઈ જેઠવાનો પણ વ્યવસ્થામાં ખૂબ સાથ સહકાર રહ્યો.મોટી સંખ્યામાં આ કેમ્પનો જરૂરિયાત લોકોએ લાભ લીધો. લોકોએ ખૂબ હર્ષની લાગણી વ્યક્ત કરી.સૌ આવેલ ડોક્ટર ટિમ તેમજ લાયન્સ ક્લબ પેટલાદનો ગામના સેવાભાવી સેવક ધર્મેન્દ્રભાઈ પટેલ અને ગ્રામજનોએ આભાર વ્યક્ત કર્યો…ભારત માતાકી જય..
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300