બોડી બિલ્ડીંગ ટોપ ટૅન સ્પર્ધા – ૨૦૨૩ ના ટાઇટલ વિનર- મિ.વસીમ ગાંજા અને મિ.સાગર વાઘેલા

બોડી બિલ્ડીંગ ટોપ ટૅન સ્પર્ધા – ૨૦૨૩ ના ટાઇટલ વિનર- મિ. બોટાદ વસીમ ગાંજા અને મિ. ભાવનગર સાગર વાઘેલા
ભાવનગર ડિસ્ટ્રિક્ટ બોડી બિલ્ડીંગ એસોસિયેશન તથા બોટાદ ડિસ્ટ્રિક્ટ બોડી બિલ્ડીંગ એસોસિએશન દ્વારા તૃતીય મિસ્ટર બોટાદ અને ૩૮ મુ મિસ્ટર ભાવનગર બોડી બિલ્ડીંગ ટોપ ટૅન સ્પર્ધા – ૨૦૨૩ તા.૭/૧/૨૪ રવિવાર ના રોજ ઓમ પાર્ટી પ્લોટ ચિત્રા ભાવનગર ખાતે યોજાઇ
આ કાર્યક્રમ પ્રસંગે ખુશાલ ભાઈ દવે ,નિલેશભાઈ જાખણીયા ( સ્કાય ટેક્સટાઇલ – લાઠીદડ ) એમ.કે.શર્મા (નેશનલ જજ) તથા નટુભા ચુડાસમા ,મુકેશભાઈ ખાનવાની , ગ્રીન મેન સી.એલ.ભીકડીયા , મનોજભાઈ સોલંકી વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેલ.
કાર્યક્રમ નો શુભારંભ શ્રીફળ વધેરી કરવામાં આવેલ.
બોડી બિલ્ડીંગ સ્પર્ધા બોટાદ અને ભાવનગર ટોપ ટેન તથા પ્રથમ , દ્વિતીય અને તૃતીય વિજેતાઓ એવોર્ડ અને રોકડ પુરસ્કાર આપવામાં આવેલ.જ્યારે ભાગ લેનાર તમામ સ્પર્ધકો અને જજ તેમજ મહેમાનો ને સ્કાય ટેક્સટાઇલ – લાઠીદડ ના સૌજન્ય થી ટી શર્ટ આપવામાં આવેલ.
આ પ્રસંગે ભાવનગર ના મીડિયા તથા આ કાર્યકમ માં સહયોગ આપનાર ને ભાવનગર બોડી બિલ્ડીંગ એસોસિએશન દ્વારા સન્માનિત કરેલ.
મિસ્ટર બોટાદ પ્રથમ વસીમ ગાંજા ,દ્વિતીય સૂફીયાન ભૂરાની ,તૃતીય સોહન જાપડીયા અને મિસ્ટર ભાવનગર પ્રથમ સાગર વાઘેલા .દ્વિતીય સંજય બારૈયા અને તૃતીય મોહન ઐયર વિજેતા બનેલ જ્યારે મેનફિઝિકલ સ્પર્ધામાં પ્રથમ હિરેન હળદરિયા દ્વિતીય ભાવિન સોલંકી અને તૃતીય સંજય બારૈયા વિજેતા બનેલ . સ્પર્ધાના જજ તરીકે એમ.કે.શર્મા ,નાગજીભાઈ બારૈયા અને ભાસ્કર રાઠોડ ,એ.એન.મલેક એ સેવા બજાવેલ.
બોટાદ ટીમ નું નેતૃત્વ બોટાદ ડિસ્ટ્રીક્ટ બોડી બિલ્ડીંગ એસોસિયેશન ઉપપ્રમુખ સી.એલ.ભીકડીયા , ખુશાલ ભાઈ દવે , સેક્રેટરી મનોજ સોલંકી ,હિરેન ધધુકિયા , ગૌરાંગ શાહ એ કરેલ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300