સાવરકુંડલા મતદારો ની જાગૃતિ માટે EVM નિદર્શન રથ દ્વારા મતદારોને માહિતીગાર કરાયા….

સાવરકુંડલા ખાતે પ્રાંત અધિકારી અને મામલતદાર અધિકારીઓની સૂચના મુજબ મતદારો ની જાગૃતિ માટે EVM નિદર્શન રથ દ્વારા શહેરી વિસ્તારના મતદારોને માહિતીગાર કરાયા….
આવનાર લોકસભાની 2024ની સામાન્ય ચૂંટણી અનુસંધાને સાવરકુંડલા મામલતદાર કચેરી થી EVM ડેમોસ્ટ્રેશન વાન દ્વારા સાવરકુંડલાના વોર્ડ નંબર (૯) અને વોર્ડ નંબર (૭)ના મતદારો ને EVM ,વિવિપેટ મશીન ની જાણકારી અને લાઈવ ડેમો સાથે મતદાન કરાવવા મા આવ્યું જેમાં સ્થાનિક કાર્યકર જાગૃત નાગરિક પત્રકાર અરમાન ધાનાણી, પત્રકાર ઈદ્રીશભાઈ જાદવ (ગુજરાત ટુડે ) મુસ્તાકભાઈ જાદવ સી. આર. સી. સહિતના અગ્રણીઓ દ્વારા વિસ્તારના રહીશોને એકત્રિત કરી EVM નિદર્શન અને ડેમોસ્ટ્રેશનનુ જ્ઞાન આપવામાં આવ્યું હતુ જેમાં આઈ ટી આઈ માંથી હિરેનભાઈ જોતાનીયા, અને લાઈઝન તરીકે વિપુલભાઈ દુધાતે ફરજ બજાવી હતી……
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300