મેંદરડા : લોક કલ્યાણ સમિતિ દ્વારા ગરીબ પરિવાર ને રાસન કીટ આપવામાં આવી

મેંદરડા ખાતે લોક કલ્યાણ સમિતિ દ્વારા ગરીબ પરિવાર ને રાસન કીટ આપવામાં આવી
મેંદરડા શહેરમાં રહેતાં એક બ્રાહ્મણ પરિવારના હાર્દિક જોષી ને ગળા નું કૅન્સર થતાં પારિવાર માં કોઇ કમાનાર ન હોય અને પરિવાર નું ભરણ પોષણ કરી શકે તેમ ન હોવાથી જે બાબતની જાણ મેંદરડા સ્થિત શ્રી લોક કલ્યાણ સમિતિના પ્રમુખ તેમજ જુનાગઢ જીલ્લા બીજેપી કિસાન મોરચા ના ઉપ પ્રમુખ સેવાભાવી ડૉ બાલુભાઇ કોરાંટ ને જાણ થતાં તાત્કાલીક સમિતિ ના સભ્યો તથા હોદેદારો સાથે વિચાર વિમર્શ કરી હાર્દિક નંદલાલ જોશી ને વારે આવી તેને છ માસ ચાલે તેતલી રાશન કીટ અર્પણ કરવામાં આવેલ,. ત્યારે સમિતી ના પ્રમુખ ડો બાલુભાઇ કોરાંટ સમિતી ના ખજાનચી સુરેશભાઈ ઠુમર, રવી લકડ તથા યુએસએ સ્થિત ધીમત ભાઈ કોરાંટ સમિતી સભ્યો સહીતનાઓ સાથે રહી કીટ વિતરણ કરવામાં આવેલ
મેંદરડા લોક કલ્યાણ સમિતિ દ્વારા જરુરીયાત મંદ ગરીબ અને જેને ખાસ પ્રકારે રાસન સહીત ની ચીજવસ્તુઓ ની જરુરીયાત લોકો સુધી વિના મૂલ્યે પહોંચાડવા માટે ની મેદરડા તાલુકા ની એક માત્ર સંસ્થા સેવા કરી રહી છે
રીપોર્ટ કમલેશ મહેતા મેંદરડા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300