લખતર : ફ્રી આર્યુવેદીક સારવાર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

લખતર તાલુકા સયુંકત નૈતિક માનવ અધિકાર સમિતિ દ્વારા ફ્રી આર્યુવેદીક સારવાર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
લખતર ગામના છેવાડાના વિસ્તારમાં સયુંકત નૈતિક માનવ અધિકાર સમિતિ રાષ્ટ્રીય અધ્યક્ષ નિલેશભાઈ જોષીના માર્ગદર્શન મુજબ લખતર તાલુકા સયુંકત નૈતિક માનવ અધિકાર સમિતિ દ્વારા ફ્રી આર્યુવેદીક સારવાર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં ડો.યોગેન્દ્રસિંહ ગોહિલ ડો માધવીબા સિંધવ ડો અંકિતા ભટ્ટી અને તેમના સ્ટાફ દ્વારા સેવા આપવામાં આવી હતી ફ્રી સારવાર નિદાન કેમ્પનું ઓપનિંગ લખતર પીએસઆઇ એન.એ.ડાભી દ્વારા દીપ પ્રાગટય કરી કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં ગુજરાત રાજ્ય મહામંત્રી જાગૃતિબા ઝાલા સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ કલ્પેશભાઈ જૈન ભૂપતસિંહ ઝાલા દશુભા ઝાલા સહિત સુરેન્દ્રનગર લખતર સયુંકત નૈતિક માનવ અધિકારી સમિતિના પદાધિકારીઓ ઉપસ્થિત રહી કેમ્પને સફળતા પૂર્વક પૂર્ણ કરાવ્યો હતો
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300