મોરબીમાં લાંબા વિરામબાદ કોરાનાની વાપસી : 58 વર્ષીય પુરુષનો રીપોર્ટ આવ્યો પોઝિટિવ

મોરબી : સમગ્ર દેશમા કોરોના વાયરસે ફરી માથું ઊંચક્યું છે ત્યારે મોરબી શહેરમા લાંબા સમય બાદ કોરોના પોઝિટિવ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ દોડતો થયો છે અને કોરોના પોઝિટિવ પુરુષની ટ્રાવેલ્સ હિસ્ટ્રી સહિતની વિગતો મેળવાઈ રહી છે.
મોરબી જિલ્લા આરોગ્ય વિભાગના અંત્યત માહિતગાર વર્તુળોમાંથી જાણવા મળતી વિગતો મુજબ મોરબી શહેરમાં શંકાસ્પદ કોરોનાના લક્ષણો ધરાવતા 58 વર્ષીય પુરુષનો કોરોના ટેસ્ટ કરવામાં આવતા આ વ્યક્તિ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવતા જિલ્લા આ વ્યક્તિને હાલમાં હોમ આઇસોલેશનમાં મૂકી આરોગ્ય વિભાગ દ્વારા ટ્રાવેલ્સ હિસ્ટ્રી સહિતની વિગતો મેળવવા દોડધામ શરૂ કર્યાનું બહાર આવ્યું છે.
રીપોર્ટ : જનક રાજા, મોરબી
ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300