લીલીયા મોટા : દિલીપભાઈ સંઘાણી ના 70 માં વર્ષ ની ઉજવણી ના ભાગ રૂપે ખેલ મહોત્સવ નું આયોજન કરાયું

લીલીયા મોટા : દિલીપભાઈ સંઘાણી ના 70 માં વર્ષ ની ઉજવણી ના ભાગ રૂપે ખેલ મહોત્સવ નું આયોજન કરાયું
Spread the love

લીલીયા મોટા ખાતે દિલીપભાઈ સંઘાણી ના 70 માં વર્ષ ની ઉજવણી ના ભાગ રૂપે પ્રગતિ. ક્રેડિટ સોસાયટી દ્વારા ખેલ મહોત્સવ નું આયોજન કરાયું

લીલીયા મોટા ખાતે સહકાર શિરોમણી શ્રી દિલીપભાઈ સંઘાણીનાં ૭૦માં વર્ષની ઉજવણીનું નવમું પર્વ અને સ્વામિવિવેકાનંદ જયંતિનો સંયોગ એટલે આજની તા.૧૨/૦૧/૨૦૨૪ ને શુક્રવારનાં રોજ શ્રી પ્રગતિ સેંવીગ્ઝિ એન્ટ ક્રેડીટ કો.ઓ.સો.લી. દ્રારા અમૃત બા હાઈસ્કુલનાં પટાંગણમાં ખેલમહોત્સવનું આયોજન કરવામાં આવેલ આ ખેલમહોત્સવમાં કોથળા દોડ, નારગોલ, ખો-ખો, લીંબુચમચી, કબડી, મટકાફોડ ત્રિપગી દોડ, રસાસ, ગીલી ડંડો જેવી પરંમપરાગત ગામઠી રમતોનું આયોજન કરવામાં આવેલ સાથે વિધાર્થીઓ માટે આંબલી, બોર, મમરાનાં લાડુ, કરમખ, શેરડી,બટેટા પૌવા, તેમજ બટેટાભુંગળા નો બાળકોને પ્રિય એવા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવેલ આ સ્પર્ધામાં ૨૫૦ જેટલા સ્પર્ધકોએ તથા ૮૦૦ જેટલા વિધાર્થીઓ ઉપસ્થિત રહેલ આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા પુર્વ જીલ્લા ભાજપ પ્રમુખ ર્ડો. ભરતભાઈ કાનાબાર, પુર્વ જીલ્લા ભાજપ પ્રમુખ હિરેનભાઈ હિરપરા પુર્વ મંત્રીશ્રી બાવકુભાઈ ઉધાડ, અમરેલી નાગરીક સહકારી બેંક પુર્વ ચેરમેનશ્રી પી.પી.સોજીત્રા સાહેબ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલ ગામઠી રમતો નિહાળવા શ્રી દિલીપભાઈ સંઘાણી ખાસ ઉપસ્થિત રહેલ આતકે રાજકીય, સામાજીક અગ્રણીઓ તેમજ સહકારી મંડળીઓના પ્રમુખશ્રી ઓ તાલુકાનાં સરપંચશ્રીઓ તથા જીલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતનાં ચુંટાયેલા પ્રતિનિધીઓ તેમજ પ્રગતિ ક્રેડીટ સોસાયટીનાં ડિરેકટરો હાજર રહેલ કાર્યક્રમનું સંચાલન કેતનભાઈ કાનપરીયા દ્રારા કરવામાં આવેલ કાર્યક્રમન સફળ બનાવવા અમૃત બા હાઈસ્કુલ તથા શાંતા બા કન્યા વિધાલય તથા પ્રગતિ સોસાયટીનાં સ્ટાફગણે જહેમત ઉઠાવેલ આતકે કાર્યક્રમને સફળ બનાવવામહેનત કરનાર તથા ઉપસ્થિત રહેનાર તમામ લોકોનું સંસ્થાનાં ચેરમેનશ્રી ભાવેશભાઈ રાદડીયા તથા બોર્ડ ઓફ ડિરેકટરશ્રીઓએ આભાર વ્યકત કરેલ છે

રિપોર્ટ : ઈમરાન એ પઠાણ.લીલીયા મોટા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG-20240112-WA0055-1.jpg IMG-20240112-WA0053-2.jpg IMG-20240112-WA0054-0.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!