પાટણ: સાયબર એક્સપર્ટ પાર્થો પંડ્યા એ યુવા વિદ્યાર્થીઓને સાયબર ફ્રોડ થી બચવા ટિપ્સ આપી

પાટણ: સાયબર એક્સપર્ટ પાર્થો પંડ્યા એ યુવા વિદ્યાર્થીઓને સાયબર ફ્રોડ થી બચવા ટિપ્સ આપી
Spread the love

પાટણ..
દેશમાં સાઇબર ક્રાઇમ નો રેશિયો ચિંતાજનક હદે વધ્યો છે અને રોજ બરોજ નિર્દોષ નાગરિકો સાઇબર ક્રાઇમ નો ભોગ બને છે
સાઇબર માફીયાઓ દ્વારા રોજ બરોજ નીત નવી ઑનલાઇન ટેકનીક દ્વારા લોકો સાથે છેતરપિંડી થઈ રહી છે ત્યારે લોકો માં જાગૃતિ આવે તે માટે સાઇબર ક્રાઇમ વિભાગ દ્વારા વિવિધ સેમીનાર તેમજ કાર્યક્રમો અંતર્ગત આજ રોજ ગ્લોબલ ઇન્ટરનેશનલ સ્કૂલ માં વિદ્યાર્થીઓને સાયબર અવર્નેશ પૉગ્રામ યોજાયો હતો

પાટણ સ્થિત પાર્થો અલ્કેશ પંડ્યા હાલ સાઇબર સિક્યોરિટી એક્સપર્ટ તરીકે વિવિધ સ્કૂલ કોલેજમાં સાયબર જાગૃતિ માટે સેમીનાર માં સાયબર ક્રાઇમ થી બચવા માટે શું શું ધ્યાન રાખવું પડે તે ઉપયોગી માર્ગદર્શન આપી રહ્યા છે જીએલએલએસ અમદાવાદ અને ડેમિસ્ટો ટેકનોલોજી નાં સહયોગ થી ગોતા માં આવેલ ગ્લોબલ ઇન્ટરનેશનલ સ્કૂલમાં સોશિયલ મીડિયા અવરનેશ અંતર્ગત લગભગ 500 જેટલા વિદ્યાર્થીઓને સમજ આપવા માં આવી હતી.

પાર્થો પંડ્યા દ્વારા અત્યાર સુધીમાં 25 થી વધુ સેમીનાર માં વિવિધ વિષયો પર પોતાના અનુભવો તેમજ સાયબર ગુના થી બચવા માર્ગદર્શન આપેલ છે. આ કાર્યક્રમ માં વિદ્યાર્થીઓને મુજવતા સાયબર પ્રશ્નો ની વિગત વાર છણાવટ કરવામાં આવી હતી પ્રશ્નોતરી સેશન માં સેલફોન ના વળગળ તેમજ અજાણ્યા કોલ ને કેવી રીતે ટેકલ કરવા તે સ્લાઇડ શો નિદર્શન થકી માહિતી આપવા માં આવી હતી.

રિપોર્ટ : અનિલ રામાનુજ પાટણ, રાધનપુર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG-20240112-WA0086-1.jpg IMG-20240112-WA0087-2.jpg IMG-20240112-WA0091-0.jpg

Anil Ramanuj

Anil Ramanuj

Right Click Disabled!