મારા માટે બનારસ જેટલુ જ મહત્વનુ કેરાલાઃ પીએમ મોદી

તિરુવનંતપુરમ્,
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારના રોજ કેરળના પ્રખ્યાત ગુરૂવાયુર કૃષ્ણ મંદિર માટે પહોંચ્યા હતા. અહીં ‘તુલા ભરણ’ પૂજા પરંપરાની અંતર્ગત તેમને કમળના ફૂલોથી તોલવામાં આવ્યા. પૂજા-અર્ચના માટે એક મુÂસ્લમ ખેડૂત પરિવાર પાસેથી ૧૧૨ કિલોગ્રામ કમળના ફૂલ ખરીદ્યા હતા. કહેવાય છે કે કમળના આ ફૂલોને તિરૂનવાયાના એક મુÂસ્લમ ખેડૂત પરિવાર પાસેથી ખરીદ્યા હતા. ત્રિશૂરના ગુરૂવાયુર મંદિર કેરળના સૌથી પ્રખ્યાત મંદિરોમાંથી એક છે.
ગુરૂવાયુરમાં જનસભાને સંબોધિત કરતા વડાપ્રધાન મોદી એ કÌšં કે કેરળ તેના માટે એટલું જ અગત્યનું છે, જેટલું બનારસ. પીએમ મોદીએ કÌšં કે અમે રાજકારણમાં માત્ર સરકાર બનાવા માટે આવ્યા નથી, પરંતુ અમે રાજકારણમાં દેશ બનાવા આવ્યા છીએ.
લોકસભા ચૂંટણી બાદ પહેલી વખત ‘ભગવાનના પોતાના દેશ’ કેરળ પહોંચી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના આલોચકોને જવાબ આપ્યો છે. તેમણે કÌšં કે રાજકીય પંડિત એ વિચારે છે કે કેરળમાં ભાજપનું ખાતું પણ ખૂલ્યું નથી, તેમ છતાં મોદી ધન્યવાદ કરવા પહોંચી ગયા. હું તેમને કહેવા માંગીશ કે કેરળ પણ મારા માટે એટલું જ છે, જેટલું મારું બનારસ છે. વડાપ્રધાને કÌšં કે જે અમને જીતાડે છે એ પણ અમારા જ છે, જે અમને આ વખતે જીતાડવાનું ચૂકી ગયા છે તે પણ અમારા છે. રાજકીય પંડીતો અને વિપક્ષ જનતાના મિજાજને ઓળખી શક્્યા નહીં.
ગુરૂવાયુરમાં જનસભાને સંબોધિત કરતાં પીએમ મોદીએ લોકતંત્રના ઉત્સવમાં ભાગ લેવા માટે કેરળના લોકોને ધન્યવાદ કÌšં. વડાપ્રધાને કÌšં કે જનતા-જનાર્દન ઇશ્વરનું રૂપ છે. રાજકીય દળ પ્રજાના મિજાજને ઓળખી શકતું નથી પરંતુ પ્રજાએ ભાજપ અને એનડીએના પક્ષમાં પ્રચંડ જનાદેશ આપ્યો. હું માથું ઝૂકાવીને નમન કરું છું. મોદીએ ગુરૂવાયુરને પુણ્ય ભૂમિ ગણાવી.
વડાપ્રધાને કÌšં કે અમે ભાજપ કાર્યકર્તા ચૂંટણીના રાજકારણ માટે મેદાનમાં ઉતારતા નથી. અમે ૩૬૫ દિવસ પ્રજાની સેવામાં લાગેલા છીએ. અમે રાજકારણમાં માત્ર સરકાર બનાવા માટે આવ્યા નથી. અમે રાજકારણમાં દેશ બનાવામાં આવ્યા છે. પીએમ મોદીએ કÌšં કે અમે જનપ્રતિનિધિ ૫ વર્ષ માટે પ્રજા બનાવે છે પરંતુ અમે જનસેવક છીએ, જે આજીવન હોય છે અને પ્રજા માટે સમર્પિત થાય છે.
તેમણે કÌšં કે આ લોકસભા ચૂંટણીમાં પ્રજાએ નકારાત્મકતાને રદ્દ કરી દીધી છે. પીએમ મોદીએ કÌšં કે ચૂંટણી દરમ્યાન ભારતની ૧૩૦ કરોડ જનતાએ સકારાત્મકતાનો સ્વીકાર કર્યો અને એક નવા જાશની સાથે નકારાત્મકતાને રદ્દ કરી દીધી. તેને વિશ્વ પલટ પર દેશના રૂખને મજબૂત કર્યો.
વડાપ્રધાને કÌšં કે કેરળની યુવા પેઢી માટે પર્યટન રોજગારનો સ્ત્રોત છે. એનડીએ સરકારની યોજનાઓની અસર હવે દેખાય રહી છે અને દેસ પર્યટનના માનચિત્રમાં ખૂબ આગળ આવી ગયું છે. કેરળમાં હેરિટેજ ટુરિઝમની ખૂબ સંભાવના છે અને સરકાર તેના માટે પ્રયાસ કરી રહી છે. વડાપ્રધાને કÌšં કે નિપાહ વાયરસ કેરળમાં સામે આવ્યો છે. હું રાજ્ય સરકાર અને કેરળની પ્રજાને આશ્વાસન આપું છું કે આ વાયરસમાંથી છુટકારો મેળવવા કેન્દ્રની તરફથી તેમણે પૂરો સહયોગ મળશે.