જૂનાગઢ જિલ્લાનો પીએમ જનમન કાર્યક્રમ સાસણ ખાતે તા. 15 મી એ યોજાશે

જૂનાગઢ જિલ્લાનો પીએમ જનમન કાર્યક્રમ સાસણ ખાતે તા. 15 મી એ યોજાશે
સાંસદ શ્રી ,જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અને મેયર, કલેક્ટર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે
દિલ્હીના કાર્યક્રમોનું લાઈવ પ્રસારણ લાભાર્થીઓ નિહાળશે
જૂનાગઢ : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના માર્ગદર્શનમાં આદિવાસી સમુદાયના લાભાર્થીઓને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ આપવા માટે પ્રધાનમંત્રી જન મન અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
જુનાગઢ જિલ્લાના આદિવાસી સમુદાયના લોકોને પણ લાભ આપવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા છેલ્લા એક અઠવાડિયાથી વિવિધ કેમ્પ કરવામાં આવી રહ્યા છે અને જે આ માટેનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સાસણ ઓડિટોરિયમ ખાતે તા. 15 મી જાન્યુઆરીએ સવારે 11:00 કલાકે યોજાવાનો છે.
તા. 15 મી જાન્યુઆરીએ વડાપ્રધાનની ઉપસ્થિતિમાં દિલ્હી ખાતે યોજાનારા કાર્યક્રમ નું લાઇવ પ્રસારણ સહિત જિલ્લા કક્ષાએ લાભાર્થીઓને લાભ આપવાના કાર્યક્રમમાં લાભાર્થીના પ્રતિભાવો, સહાય વિતરણ સહિતના કાર્યક્રમો યોજાશે.
જૂનાગઢ જિલ્લામાં વસતા ૧૫૫૦ જેટલા આદિમ જાતિના (સિદ્દી સમાજ) લોકોને આધાર કાર્ડ, પ્રધાન મંત્રી આયુષ્યમાન કાર્ડ, હેલ્થ ચેક અપ, જન ધન યોજનાઓ, મહેસુલ વિભાગની સેવાઓ તેમજ અન્ય સરકારશ્રીની યોજનાઓનો લાભ આપવામાં આવી રહ્યો છે. ભારત સરકાર દ્વારા ચાલી રહેલ PM – JANMAN અભિયાનનો જૂનાગઢ જિલ્લામાં આરંભ થઇ ગયો છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જૂનાગઢ જિલ્લામાં વસતા વસતા આદિમજાતિનાં દરેક પરિવારને કલ્યાણકારી યોજનાઓનાં લાભો મળી રહે અને એકપણ વ્યક્તિ લાભથી વંચિત ના રહે તે દિશામાં સક્રીય રીતે કામગીરી કરવામાં આવી રહી છે.
તા.15 જાન્યુઆરીએ સાસણ ખાતે યોજાનાર કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ, સાંસદ, જૂનાગઢના મેયર, કલેકટર અધિકારીઓ અને વિવિધ વિભાગોના અધિકારીઓ તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમનું સંકલન જિલ્લા આયોજન અધિકારી શ્રી આર.એમ. ગંભીર કરી રહ્યા છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300