વિસાવદર : રતાંગ, દાદર, જાંબાળા ગામોમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉષ્માસભર ગ્રામજનો દ્વારા સ્વાગત

‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા‘ –જૂનાગઢ જિલ્લો
વિસાવદર તાલુકાનાં રતાંગ, દાદર, જાંબાળા ગામોમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉષ્માસભર ગ્રામજનો દ્વારા સ્વાગત
કલ્યાણકારી યોજનાનાં લાભાર્થીને લાભ વિતરીત કરાયા- મેરી કહાની, મેરી જુબાની અંતર્ગત લાભાર્થીઓએ પ્રતિભાવો વર્ણવ્યા
જૂનાગઢ : પ્રત્યેક વ્યક્તિ સુધી સરકારના યોજનાકિય લાભો પહોંચાડીને વિકસિત ભારતની પરિકલ્પનાને સાકાર કરવાના ઉદ્દેશ્યથી સમગ્ર દેશમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ થયો છે. જે અન્વયે જૂનાગઢ જિલ્લામાં સરકારશ્રી દ્વારા પ્રજાકલ્યાણકારી યોજનાઓનો વ્યાપ તમામ લાભાર્થી અને નાગરીકો સુધી પહોંચાડવા અને યોજનાઓની જાગૃતી ફેલાવવા “વિકસિત ભારત સંકલ્પ યાત્રા‘ નું સુદ્રઢ આયોજન અંતર્ગત વિસાવદર તાલુકાના રતાંગ, દાદર, જાંબાળા ગામોએ મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા‘ કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે મહાનુભાવોની ઉપસ્થિતીએ સંકલ્પ યાત્રા રથનું ભવ્ય સ્વાગત કરી ગ્રામજનોએ વિકસિત ભારતની પ્રતિજ્ઞા લીધી હતી. આ કાર્યક્રમમાં સરકારની વિવિધ યોજનાના સ્ટોલ પ્રદર્શન દ્વારા નાગરિકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની જાણકારી મળી હતી તેમજ નવા લાભાર્થીઓની નોંધણી અને સહાય કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સરકારની વિવિધ યોજનાઓના પાત્રતા ધરાવતા લાભાર્થીઓને લાભ અપાયા તેમજ વિવિધ કચેરીઓ દ્વારા પ્રદર્શન સ્ટોલ અને કેમ્પ પણ રાખવામાં આવ્યા હતા. જેની માહાનુભાવોએ મુલાકત લીધી હતી. મહેમાનોના હસ્તે સફળ મહિલા, તેજસ્વી વિદ્યાર્થી, ગ્રામિણ કલાકારનું પ્રશસ્તિપત્ર અર્પણ કરી બહુમાન કરાયું હતું. મોટી મણપરી ગામનાં વહીવટદાર અશોકભાઇ જોષીને ૧૦૦ટકા શૈાચાલય અને ઘરે ઘરે નિર્મળ જળ નળ વાટે પહોંચતા કરવા બદલ પ્રમાણપત્ર અભિનંદન પત્ર એનાયત કરવામાં આવ્યા હતા
આ પ્રસંગે તાલુકા પંચાયતનાં ઉપપ્રમુખશ્રી ભરતભાઇ કોટડીયા, જિલ્લા પંચાયતનાં સદસ્યા સુશ્રી મધુબેન વિરેન્દ્રભાઇ સાવલિયાએ પ્રસંગિક વક્તવ્યમાં ગ્રામજનોને સંબોધતા જણાવ્યુ હતુ કે ભારત અમૃતકાળમાં બનવા તરફ આગળ વધી રહ્યું છે, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્માણ માટેનું વિઝન પ્રસ્તુત કરનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બની રહ્યુ છે. કલ્યાણકારી યોજનાઓ જેવી કે, આયુષ્યમાન ભારત યોજના, પ્રધાન મંત્રી આવાસ યોજના, ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના, કિસાન સન્માન યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ, પોષણ અભિયાન, હર ઘર જલ- જલ જીવન મિશન, દીનદયાલ અંત્યોદય યોજના, જીવન જ્યોતિ વીમા યોજના, સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના, નેનો ફર્ટિલાઇઝર યોજના સ્વામિત્વ યોજના, જનધન યોજના, પ્રધાન મંત્રી ગરીબ અન્ન કલ્યાણ યોજના, પ્રાકૃતિક કૃષિ અને રાસાયણિક ખાતરોનો વપરાશ ઓછો કરવા સહિતની ૧૭ યોજનાઓને આવરીને વિકસીત ભારત સંકલ્પ રથ ગામે ગામ પહોંચીને યોજનાનાં લાભોથી વંચિત અંત્યોદયને વિકાસની ધુરામાં સહભાગી બનાવવામા સિધ્ધ રહ્યો છે, આમ વિકસિત ભારતના સંકલ્પને ચરિતાર્થ કરવા જન કલ્યાણકારી યોજનાઓ આ યાત્રા દ્વારા છેવાડાના પ્રત્યેક માનવી સુધી પહોંચાડવાનો પ્રયાસ સાર્થક બની રહ્યો છે.
આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત ‘મેરી કહાની, મેરી જુબાની‘ હેઠળ વિવિધ યોજનાના લાભાર્થીઓએ પોતાને મળેલ યોજનાકીય લાભો અંગે અનુભવો વર્ણવી સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. બાળકો દ્વારા પ્રાકૃતિક કૃષિના મહત્વને ઉજાગર કરતું ‘ધરતી કહે પુકાર કે‘ લઘુ નાટક રજૂ કરવામાં આવ્યું હતું. આ તકે પ્રધાનમંત્રીશ્રીનો વિડિયો સંદેશ તેમજ વિકસિત ભારત સંકલ્પ યાત્રા ફિલ્મ સૌ ગ્રામજનોએ રસપૂર્વક નિહાળી હતી. આરોગ્ય વિભાગ દ્વારા આયોજિત તબીબી પરીક્ષણ કેમ્પનો ગ્રામજનોએ લાભ લીધો હતો. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ નાગરિકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા તેમજ વિકસિત ભારત-૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવા સંકલ્પ લીધા હતા. આ કાર્યક્રમમાં અગ્રણીશ્રી સોમાતભાઇ સરસીયા, નિતિનભાઇ કપુરીયા, મિશન મંગલમ યોજનાનાં કો-ઓર્ડીનેટર નંદુબેન નંદાણિયા, સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી સુશ્રી કાનગડ તારાબેન, વાસ્મો યોજનાનાં નોડલ નાયબ મેનેજર શૈલેષ પંડીત, ગ્રામ પંચાયતનાં હોદેદારશ્રીઓ, અધિકારીઓ, કર્મચારીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
નવિનત્તમ ટેક્નોલોજી સભર ખેતીમાં અદ્યતન ડ્રોન ટેક્નોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપતી ‘નમો ડ્રોન દીદી યોજના’ સૌના આકર્ષણનું કેન્દ્ર બની છે. મોટી મોણપરી ગામે ખેતી પાકમાં ડ્રોનનું લાઇવ નિદર્શન દ્વારા ખેતરમાં પાક પર ડ્રોનથી દવા છંટકાવ કરી શકાય તે મહાનુભાવો, અગ્રણીઓ, અધિકારીઓ, કર્મચારીઓ અને ગ્રામજનોએ સૈાએ લાઈવ નિર્દશન નિહાળ્યું હતું.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300