મોરબી નક્ષત્ર હોસ્પિટલમાં ગાયનેક વિભાગમાં 16 થી 22 સુધી મહિલાઓ માટે ફ્રી ઓપીડી
મહિલાઓને ડિલિવરી તેમજ અન્ય ઓપરેશન રાહત દરે કરી આપવામાં આવશે
મોરબી : અયોધ્યામાં પ્રભુશ્રી રામ મંદિરનું ભવ્ય અને દિવ્ય પ્રાણ – પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે જે દેશ માટે ગૌરવ સમાન છે .ત્યારે દરેક દેશવાસીઓએ આ ગૌરવમાં સહભાગી થવા દેશના યશસ્વી વડાપ્રધાન એ હાકલ કરી છે. જેને અનુલક્ષીને નક્ષત્ર હોસ્પિટલ દ્વારા તારીખ 16-1 થી તારીખ 22-1 સુધી મહિલાઓ માટે ગાયનેક વિભાગમાં નિ-શુલ્ક ઓપીડી ચાલુ કરી છે
શહેરના શનાળારોડ પર મહેશ હોટેલ પાછળ આવેલ નક્ષત્ર હોસ્પિટલ દ્વારા ભગવાન શ્રી રામ મંદિરના પ્રાણ – પ્રતિષ્ઠા મહોત્સવ માં સહભાગી થવા માટે તા : 16-1 થી તા: 22-1 સુધી ગાયનેક વિભાગ માં મહિલાઓ માટે નિ-શુલ્ક ઓપીડી તેમજ નોર્મલ તેમજ સિઝેરીયન ડિલિવરી અને અન્ય કોઈ મહિલાઓના ઓપરેશન માં રાહત દરે કરી આપવામાં આવશે. દેશવાસીઓ માટે તા: 22-1 દિવાળી પર્વ સમાન હોય દરેક લોકો ખુશી થી આ પર્વ માનવી શકે તેવા હેતું થી નક્ષત્ર હોસ્પિટલ પરિવાર દ્વારા મહિલાઓ માટે ખાસ સુવિધા રજૂ કરવામાં આવી છે.જેનો બહોળી સંખ્યામાં મહિલાઓ લાભ લેવા અનુરોધ કરાયો છે. વધુ માહિતી માટે 02822-222222 ,7502062222 સંપર્ક કરવો.
રીપોર્ટ : જનક રાજા, મોરબી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300