રાજકોટ જીલ્લામાં સિંહ-દિપડાની સતત અવર-જવર.

રાજકોટ જીલ્લામાં સિંહ-દિપડાની સતત અવર-જવર રહેશે.
રાજકોટ : રાજકોટ જીલ્લાનાં જુદા-જુદા તાલુકાના વિસ્તારોને રાજય સરકાર દ્વારા બૃહદ ગીર તરીકે જાહેર કર્યા છે. રાજકોટ જીલ્લાના ઉપલેટા, ધોરાજી, જામકંડોરણા, જેતપુર, ગોંડલ, કોટડાસાંગાણી, જસદણ, વિંછીયા અને રાજકોટ તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી વારંવાર સિંહ અને દિપડાની સતત અવર-જવર થઈ રહી છે. આથી ઉપરોકત તાલુકાનાં વિસ્તારોનો બૃહદ ગીરમાં સમાવેશ કરવામાં આવ્યો છે, ગ્રામ્ય પંથક તથા વાડી અને સિમ વિસ્તારમાં લોકોને સિંહ અને દિપડાથી રક્ષર મળી રહે તથા આવા જંગલી પ્રાણી સાથે કઈ રીતે સાનુકુળતા સાધી શકાય અને કંઈ કઈ તકેદારી રાખવી તે વિષે હવે જીલ્લા વન વિભાગ, દ્વારા ઉપરોકત વિસ્તારના લોકો માટે હવે પુરજોશમાં ‘અવેરનેશ’ કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે. વન વિભાગની ટીમો દ્વારા રાજકોટ જીલ્લાનાં ઉપરોકત વિસ્તારોમાં ખાસ કરીને ગામડાઓ અને વાડી-સીમ વિસ્તારમાં રહેતા લોકોને સિંહ દીપડા વર્ષે વિશેષ જાણકારી આપી અને કયા કયા પ્રકારની તકેદારી રાખવી તે અંગે જાણકારી આપવામાં આવી રહી છે. વન વિભાગનાં સૂત્રો જણાવે છે કે આજની સ્થિતિએ રાજકોટ જીલ્લામાં વિવિધ વિસ્તારોમાં સતત અવર-જવર કરતા અંદાજે ૧૪ દિપડા અને ૮ થી ૧૦ સિંહો છે. વન વિભાગનાં સૂત્રો એવું પણ જણાવે છે કે જો સિંહ કે દિપડા માનવ ઉપર હુમલો કરે તો તેવા કિસ્સામાં જ તેને પાંજરે પુરી શકાય. પરંતુ તેની માનવને કોઈ રંજાડ ન હોય તો બૃહદ ગીરનાં કારણે સિંહ-દિપડાને પાંજરે પૂરી શકાય નહીં, આથી હવે ઉપરોકત વિસ્તારનાં લોકોએ સિંહ-દિપડા વચ્ચે રહેવાની અનુકુળતા રાખવી પડશે.
રિપોર્ટ.દિલીપ પરમાર રાજકોટ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300