રાજકોટ : જીલ્લાના IAS/IPS અધિકારીઓએ મકરસંક્રાંતિની ઉજવણી કરી.

રાજકોટ શહેર જીલ્લાના IAS/IPS અધિકારીઓએ મકરસંક્રાંતિની ઉજવણી કરી.
રાજકોટ : રાજકોટ શહેર પોલીસના હેડ કવાર્ટર ખાતે કરાયેલા આયોજનમાં સવારે ૧૦ વાગ્યાથી પોલીસ અધિકારીઓ અને તેમની સાથે IAS અધિકારીઓ પણ પરિવારજનો સાથે પહોંચ્યા હતા. ઓરેન્જ ટી શર્ટમાં સજ્જ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ તેમના ધર્મ પત્ની અને પુત્રી સાથે પતંગની મજા માણી હતી. રાજકોટ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ પણ તેમની પુત્રી અને ધર્મ પત્ની સાથે પતંગ ચગાવી હતી. જીલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ ટી.શર્ટ અને જીન્સમાં સજ્જ પરિવાર સાથે પતંગ ચગાવી હતી. જીલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી પણ પતંગ ચગાવી હતી. આ ઉપરાંત DCP ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલ, DCP ઝોન-૧ સજજનસિંહ પરમાર, DCP ઝોન-૨ સુધીર દેસાઈ, ક્રાઇમ બ્રાન્ચ PI વાય.બી.જાડેજા સહિતના અધિકારીઓ પણ તેમના પરિવાર અને સ્ટાફ પરિવાર સાથે જોડાયા હતા.
રિપોર્ટ.દિલીપ પરમાર રાજકોટ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300