અપહરણ તથા પોક્સોના ગુન્હાના આરોપીને ઝડપી પાડતી અમરેલી સીટી સર્વેલન્સ ટીમ

અમરેલી સીટી પોલીસ સ્ટેશનના અપહરણ તથા પોક્સોના ગુન્હાના આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડતી અમરેલી સીટી સર્વેલન્સ ટીમ
મહે.ભાવનગર રેન્જ આઈ.જી.પી.ગૌતમ પરમાર ભાવનગર રેન્જ, ભાવનગરનાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં બનતા અપહરણ તથા પોક્સો એક્ટ સબંધીત ગુન્હાઓના આરોપીઓને સત્વરે પકડી પાડવાં સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓએ જીલ્લામાં બનતા અપહરણ તથા પોક્સો એક્ટ સબંધીત ગુન્હાઓના આરોપીઓને સત્વરે પકડી પાડવાં તેમજ જરૂરી કાર્યવાહી કરવા સુચના આપેલ હોય. જે અનુસંધાને અમરેલી ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક જે.પી.ભંડારી નાઓ દ્વારા સુચના તથા માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે અમરેલી સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.કે. વાઘેલા ના સીધા માર્ગદર્શન હેઠળ આજરોજ અમરેલી સીટી પો.સ્ટે.ની સર્વેલન્સ ટીમ દ્વારા અમરેલી સીટી પો.સ્ટે. ઇ.પી.કો કલમ-૩૬૩,૩૬૬,૩૭૬, ૩૭૬(૨)(જે) તથા પોકસો એકટ કલમ- ૪,૬,૮,૧૦,૧૨,૧૮ મુજબના ગુન્હાના કામના આરોપીને ભોગ બનનાર સાથે ચોક્કસ બાતમી આધારે આરોપીને ગણતરીની કલાકોમાં શોધી કાઢી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીની વિગત :
સાગર મનસુખભાઇ વાળા ઉ.વ.૨૬ ધંધો.સેન્ટિંગ કામ રહે. ગામ – ત્રમ્બકપુર, પરા વિસ્તાર તા.ધારી જી.અમરેલી.
આ કામગીરી અમરેલી સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.કે.વાઘેલા તથા ASI રમેશભાઇએન.માલકિયા,HC સંજયભાઇ ભિમાભાઇ મારૂ,PC ચિંતનકુમાર કનૈયાલાલ મારૂ,PC વનરાજભાઇ વલકુભાઇ માંજરીયા દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટ : ભાવેશ વાઘેલા અમરેલી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300