સેલંબામાં શોભાયાત્રાના રૂટ પર પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરાયું

સેલંબામાં શોભાયાત્રાના રૂટ પર પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરાયું
અયોધ્યા રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સેલંબામાં શોભાયાત્રાના રૂટ પર પોલીસનું ફૂટ પેટ્રોલિંગ કરાયું
રૂટ પર ઠેરઠેર પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવી તમામ ગતિવિધિઓ પર ડ્રોન દ્વારા નજર રખાઈ રહી છે
નર્મદા જિલ્લામાં સેલબા ખાતે અયોધ્યા રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે નિકળનાર શોભાયાત્રા ના રૂટ સહિતના વિસ્તારોમાં ચુસ્તપણે બંદોબસ્ત સાથે પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેની અગમચેતીનાં ભાગરૂપે પોલીસનું ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે ઠેરઠેર પોલીસ નો કડક બંદોબસ્ત ગોઠવી તમામ ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે
તા.૨૨/૦૧/૨૦૨૪ ના રોજ અયોધ્યા રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અનુસંધાને સેલંબા ટાઉનમા કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે ધ્યાને રાખીને પોલીસ સતત ગતિવિધિઓ પર
પરેપરની ખબર સાગબારા પોલીસ ખડે પગે રાખી રહી છે પ્રશાંત સુંબે પોલીસ અધિક્ષક નર્મદા તરફથી મળેલી સુચનાઓ મુજબ કોઈ અનીચ્છનીય બનાવ ન બને તે માટે કડક બંદોબસ્ત રાખવા માટે ની સુચના આધારે નાયબ પોલીસ અધિક્ષક મયુરસિંહ રાજપુતના માર્ગદર્શન હેઠળ સેલંબા ટાઉન ખાતે પોલીસ ઇન્સપેકટર જે.બી. ખાંભલા લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા સ્ટાફ અને પો.સ.ઇ સી.ડી.પટેલ સાગબારા સહિતનો સ્ટાફ પેરોલ સ્ટાફ, હોમગાર્ડ જી. આર.ડી.ઓ સાથે શોભાયાત્રા ના રૂટ પર ફૂટ પેટ્રોલિંગ તથા ધાબાઓ પર ચેકીંગ ડ્રોન દ્વારા કરવામાં આવ્યું હતું શોભાયાત્રા ના રૂટ પર આવતા તમામ ધાબા ઉપર ચેકીંગ દરમિયાન શંકાસ્પદ ઈસમોને ચેક કરાયાં હતા શોભાયાત્રા દરમ્યાન કડક બંદોબસ્ત સાથે તમામ જગ્યાને BDDS ટીમ દ્વારા પણ ચેકીંગ હાથ ધરાયું હતું સેલંબા ટાઉનમાં હિન્દુ તથા મુસ્લીમ વિસ્તારોમાં સતત પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સંપૂર્ણ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે સાથે તમામ ગતિવિધિઓ પર પરેપરની નજર રખવામાં આવી રહી છે
રિપોર્ટ – વિપુલ ડાંગી,રાજપીપલા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300