નાની રાજસ્થળી પ્રા. શાળાના બાળકોને ખેલ મહાકુંભની સ્પર્ધાઓમાં 51 હજાર રૂપિયાનો પુરસ્કાર

નાની રાજસ્થળી પ્રા. શાળાના બાળકોને ખેલ મહાકુંભની સ્પર્ધાઓમાં 51 હજાર રૂપિયાનો પુરસ્કાર
Spread the love

નાની રાજસ્થળી પ્રા. શાળાના બાળકોને ખેલ મહાકુંભની સ્પર્ધાઓમાં 51 હજાર રૂપિયાનો પુરસ્કાર

ખેલ મહાકુંભ 2.0 માં સરકારી શાળાની તાલુકા કક્ષાએ અદ્વિતીય સિદ્ધિ

ખેલ મહાકુંભ તાલુકા કક્ષાની ચાર સાંઘીક તથા યોગની રમતોમાં નાની રાજસ્થળી સરકારી પ્રાથમિક શાળાના બાળકોએ રૂ. 51000ના રોકડ પુરસ્કાર સાથે મેદાન માર્યું.
U-14 બેડમિન્ટન બહેનોની સ્પર્ધામાં ભાવનગરનું રાજ્ય કક્ષાએ પ્રતિનિધિત્વ નાની રાજસ્થળીની વિદ્યાર્થીની મકવાણા રામેશ્વરી કરશે.

પાલીતાણા તાલુકા કક્ષાના ખેલ મહાકુંભ સ્પર્ધામાં સરકારી પ્રાથમિક શાળાની નાની રાજસ્થળીના વિદ્યાર્થીઓએ ખૂબ જ સુંદર દેખાવ કર્યો. અંડર – 14 ખો ખો ભાઈઓ- બહેનો તથા અંડર -14 વોલીબોલ ભાઈઓ -બહેનો તથા અંડર- 14 યોગ ભાઈઓમાં શાળાએ પ્રથમ ક્રમે રહી અંદાજિત રૂપિયા 51 હજારનું રોકડ પુરસ્કાર મેળવ્યો. આગામી સમયમાં આ તમામ વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાની ઇવેન્ટમાં ભાગ લેશે. અંડર -14 બેડમિન્ટન સ્પર્ધામાં નાની રાજસ્થળીની વિદ્યાર્થીની મકવાણા રામેશ્વરી ભરતભાઈએ જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમ મેળવી રૂપિયા 5,000 નો રોકડ પુરસ્કાર મેળવ્યો અને ભાવનગરનું પ્રતિનિધિત્વ રાજ્યકક્ષાએ કરશે. શાળાની આ સિદ્ધિઓ માટે શાળાના આચાર્યશ્રી રૂપલબા સરવૈયા તથા સી.આર.સી કોર્ડીનેટર જયંતીભાઈ ચૌહાણ તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. રમત ગમત ક્ષેત્રે શાળાની આ સિદ્ધિઓ માટે શાળાના તમામ શિક્ષકો અને ગ્રામજનોમાં હર્ષની લાગણી પ્રસરી છે. શાળાના શિક્ષકશ્રી અશરફભાઈ તથા ગોપાલભાઈના માર્ગદર્શન હેઠળ બાળકોએ અભૂતપૂર્વ સિદ્ધિઓ મેળવી છે.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!