જુનાગઢ માં સ્વાવલંબી ભારત અભિયાન અંતર્ગત ઉધમીતા પ્રોત્સાહિત કાર્યક્રમ યોજાયો

જુનાગઢ માં સ્વાવલંબી ભારત અભિયાન અંતર્ગત ઉધમીતા પ્રોત્સાહિત કાર્યક્રમ યોજાયો
Spread the love

જુનાગઢ માં સ્વાવલંબી ભારત અભિયાન અંતર્ગત ઉધમીતા પ્રોત્સાહિત કાર્યક્રમ યોજાયો..

જુનાગઢ માં એગ્રીકલ્ચર યુનિવર્સિટી તેમજ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સંયુક્ત ઉપક્રમે જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે, ઉધમીતા પ્રોત્સાહિત કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં સ્વદેશી જાગરણ મંચ ના રાષ્ટ્રી સંગઠક કશ્મીરીલાલજી તેમજ ગુજરાતના ગૌરવંતા ગૃહ ઉદ્યોગકાર પાબીબેન રબારીએ ખાસ માર્ગદર્શન આપ્યું હતું આ કાર્યક્રમમાં એન. એસ. એસ. સ્વયંસેવકો, પ્રોગ્રામ ઓફિસરો અલગ અલગ ફેકલ્ટી ના પ્રોફેસરો, પ્રિન્સિપાલ, અગ્રણી ઉદ્યોગપતિઓ, અને વિદ્યાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં મહિલા ગૃહ ઉદ્યોગકાર પાબીબેન રબારીએ જણાવ્યું હતું કે પોતાનામાં રહેલા હુન્નર ને ઓળખી ને દૃઢ નિશ્ચય કરી ને હૂંડિયામણ મેળવી શકાય છે માત્ર ચાર ચોપડી ભણેલા પાબીબેન રબારી આજે પોતાની પ્રોડક્ટ 45 દેશમાં એક્સપોર્ટ કરે છે અને આજે તે 350 બહેનોને રોજગારી આપીને મહિલાઓ ને સ્વાવલંબી બનવી છે, તેમજ પાબીબેને કહ્યું હતું કે કે જો સરકાર નો સાથ હોય અને કૈંક કરવાની ધગશ હોય તો ગામડા ની અભણ અને ગરીબ ઘરની વ્યક્તિ પણ ભારત ના સીમાડા ઓળંગી ને સમાજ ની સાથે દેશ નું નામ રોશન કરી શકે છે, તેમજ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ના ઈન ઇન્ચાર્જ કુલ સચિવ શ્રી ડૉ ચેતન ત્રિવેદી સાહેબે જણાવ્યું હતું કે યુવાનો જો શંકા ની જગ્યાએ પોતાના પર વિશ્વાસ રાખે તો બધું જ કરી શકે છે
સ્વદેશી જાગરણ મંચ ના રાષ્ટ્રીય સંગઠક શ્રી કશ્મીરીલાલજી એ કહ્યું હતું કે જોબ સ્વીકર નહીં જોબ પ્રોવાઈડર બનો, તમારા માં રહેલી ઉઘમ સાહસિકતા થી હજારો લોકો ને રોજગારી આપીને દેશનું નામ રોશન કરો, અત્યારે સૌથી મોટી સમસ્યા હોય તો તે રોજગારી ની, યુવાનોએ પોતાની માનસિકતા બદલીને નોકરી કરનાર નહીં પરંતુ નોકરી આપનાર બનવું જોઈએ અને નવું વિચારવું જોઈએ નવું વિચારવા થી ચમત્કાર થશે, સ્વદેશી અપનાવી દેશ ને સમૃદ્ધ બનાવી એ લોકલ ફોર વોકલ, સ્કીલ ઈન્ડિયા, સ્ટાટપ ઈન્ડિયા દ્વારા આપણાં માનનીય પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર ભાઇ મોદી નું 2047 નું ભારત નું સ્વપ્ન સાકાર કરી ને દેશ સેવા પણ કરી શકે, ને યુવાન નો ને શ્રીધર વેમ્બુ, પરાગ અગ્રવાલ, સત્યા નાડેલા, રાધેશ્યામ અગ્રવાલ, વગેરે ને રોલ મોડેલ તરીકે માનવા જોઈએ તેમજ નેશન ફાસ્ટ સ્વદેશી મસ્ત નું સૂત્ર પણ આપ્યું હતું, તેમજ કૃષિ યુનિવર્સિટી ના વાઈસ ચાન્સેલર ડૉ વી. પી. ચોવટીયા સાહેબે કૃષિ પ્રધાન દેશ માં કૃષિ થી રોજગારી ની તકો વિશે વિસ્તૃત માહિતી આપી હતી અને ભક્તિ કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ના રજીસ્ટાર શ્રી સુખડીયા સાહેબ અને સ્વદેશી જાગરણ મંચ ના ગુજરાત પ્રદેશ સંગઠક શ્રી મનહરલાલજી અગ્રવાલ દ્વારા એમઓયુ સાઇન કરવામાં આવ્યા હતા, આ કાર્યક્રમમાં નરોત્તમ ભાઈ રાવલ, દિપક ભાઈ ઢેબરીયા, ડૉ પરાગ દેવાણી, યુનિવર્સિટી સંલગ્ન કોલેજો નો સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ કાર્યક્રમ નું સફળ સંચાલન ડૉ. રૂપા બહેન ડાંગરે કર્યું હતું

રિપોર્ટ : પંકજ વેગડા ભેસાણ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

IMG-20240120-WA0073-0.jpg IMG-20240120-WA0072-1.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!