ખેડબ્રહ્મા: માર્ગ સલામતી રેલી પ્રસ્થાન નું લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા કલેક્ટર નૈમેશ દવે.

ખેડબ્રહ્મા: માર્ગ સલામતી રેલી પ્રસ્થાન નું લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા કલેક્ટર નૈમેશ દવે.
ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર વિભાગ અને આરટીઓ કચેરી, હિંમતનગર દ્વારા *સડક સુરક્ષા, જીવન રક્ષા* અંતર્ગત માર્ગ સલામતી માસ તારીખ 15 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી ઉજવણી ચાલી રહી છે ત્યારે *આજરોજ સંત શ્રી નથુરામબાપા જ્યોતિ વિદ્યાલય, ખેડબ્રહ્મા મુકામે કલેકટર નૈમેશ દવે ડી ડી ઓ હર્ષદ વોરા, ડીએસપી વિજયકુમાર અને આરટીઓ તપન બી. મકવાણા દ્વારા લીલી જંડી આપીને રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું.
જુદા જુદા બેનર અને પ્લે કાર્ડ દ્વારા નગરજનોને સડક સુરક્ષા દ્વારા જીવન રક્ષા કઈ રીતે કરી શકાય તેની સમજ આપવામાં આવેલ. આ રેલીનુ પોલીસ સ્ટેશન, પેટ્રોલ પંપ, સરદાર ચોક, શીતલ ચોક થઈ અને કાશી વિશ્વનાથ મંદિરે સભા સ્વરૂપે એકઠા થયા હતા જ્યાં સાબરકાંઠા આરટીઓ શ્રી તપન મકવાણાએ માર્ગ સલામતી સુરક્ષા કઈ રીતે થઈ શકે તેની વિસ્તૃત સમજ સાથે રેલીનું સમાપન કરવામાં આવેલ.
આ રેલીમાં જ્યોતિ હાઈસ્કૂલ, કેટી હાઈસ્કૂલ અને ગ્રેવિટી સ્કૂલ ના વિદ્યાર્થીઓ જોડાયા હતા.
રેલીને સફળ બનાવવા માટે ક્રિષ્ના મોટર ડ્રાઇવિંગ સ્કૂલના ચેતનભાઇ મોદી અને જ્યોતિ હાઈસ્કૂલના આચાર્ય સુરેશભાઇ પટેલે ભારે જહમત ઉઠાવેલ. સૌ બાળકોને અલ્પાહાર અને ચા આપવામાં આવેલ.
રિપોર્ટ :ધીરુભાઈ ખેડબ્રહ્મા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300