ચરેડી સેવા વસ્તી ખાતે શ્રી હનુમાનજીની પ્રાણ પ્રતિષ્ઠા દ્વારા સમરસતા દિવસની ભવ્ય ઉજવણી

ચરેડી સેવા વસ્તી ખાતે શ્રી રામ તીર્થક્ષેત્ર (અંયોધ્પા) પ્રાણ પ્રતિષ્ઠા ના શુભ દિને વિશ્ર્વ હિંદુ પરિષદ જીલ્લા સામાજીક સમરસતા આયામ દ્વારા નગર સેવા સહ પ્રમુખ શ્રી કનુભાઇ વઢિયારી ની આગેવાનીમા પ્રાત પ્રમુખ શ્રી પ્રવિણભાઈ ભટ્ટના માર્ગદર્શન હેઠળ અને જીલ્લા સામાજીક સમરસતા સહપ્રમુખ શ્રી હિમાન્શુ ભચેચ ના સહયોગથી શ્રી હનુમાનજી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા દ્વારા સામાજીક સમરસતા દિવસની ભવ્ય ઉજવણી કરવામા આવી હતી.
સામાજીક સમરસતા જીલ્લા સહપ્રમુખ તેમજ શ્રી હનુમાનજી મહારાજની મૂર્તિના દાતા શ્રી હિમાન્શુ ભચેચની અખબાર યાદીમા જણાવ્યાનુસાર અયોધ્યા ભગવાન શ્રી રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાના શુભદિને ચરેડી સેવા વસ્તી ખાતે આવેલા મંદિરમા શ્રી હનુમાનજી મહારાજની ભવ્ય મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનુ ભવ્ય આયોજન સામાજીક સમરસતાના ભાગરૂપે કરવામા આવ્યુ હતુ જે કાર્યક્રમ નિમિત્તે વહેલી સવારે શ્રી હનુમાનજી મહારાજ ની ભવ્ય મૂર્તિ સાથે શોભાયાત્રા ગાયત્રી યજ્ઞ, ત્યારબાદ મંદિરમા ધજા આરોહણ સાથે શ્રી હનુમાનજી મહારાજની ભવ્ય મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ શાસ્ત્રોક્ત વૈદિક મંત્રોચ્ચાર સાથે કરવામા આવી હતી.
આ પ્રસંગે અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠાનુ લાઇવ પ્રસારણ ઉપસ્થિત ચરેડી સેવા વસ્તના પરિવારોએ નિહાળ્યુ હતુ અને ૧૦૦૦ જેટલા લોકોએ ભોજન પ્રસાદ લીધો હતો. આ પ્રસંગે ૧૧ હનુમાન ચાલીસા પાઠ અને સુંદર કાડના પાઠનુ પઠન કરવામા આવ્યુ હતુ આ પ્રસંગે નગર તેમજ જીલ્લા વિ.હિ.પ.ના પ્રમુખ સહિત ના પદાધિકારી, આર.એસ.એસ. ના અધિકારીઓ ઉપસ્થિત રહી પ્રસંગની શોભા વધારી હતી. આ કાર્યક્રમ નિમીત્તે રધુવંશી સમાજ આગેવાન શ્રી હેમરાજ પાડલીયા ઉપરાંત અનેક સહયોગી દાતાઓ એ સહયોગ આપ્યો હતો.