”ભારત માતા કી જય’, ‘ચક દે ઈન્ડિયા’ના પ્રચંડ નાદ સાથે ખમીરવંતી ખાખીના અવનવા કરતબ માણતા જૂનાગઢના પ્રજાજનો

”ભારત માતા કી જય’, ‘ચક દે ઈન્ડિયા’ના પ્રચંડ નાદ સાથે ખમીરવંતી ખાખીના અવનવા કરતબ માણતા જૂનાગઢના પ્રજાજનો
Spread the love

સોરઠી સિંહ જેવું શૌર્ય,
ચિત્તા જેવી ચપળતા…..

”ભારત માતા કી જય’, ‘ચક દે ઈન્ડિયા’ના પ્રચંડ નાદ સાથે ખમીરવંતી ખાખીના અવનવા કરતબ માણતા જૂનાગઢના પ્રજાજનો

પોલીસ જવાનો દ્વારા બાઈક સ્ટંટ, મલખમ, અશ્વ શો, ડૉગ શો સહિત ભવ્ય કાર્યક્રમોની થઈ પ્રસ્તુતી



મશાલ દ્વારા ‘જય શ્રી રામ’, ‘ગીરનાર’, ‘ગુજરાત પોલીસ’, ‘ફિટ ઈન્ડિયા’ જેવા શાબ્દિક ફોર્મેશન નિહાળી મંત્રમુગ્ધ થયા પ્રજાજનો



જૂનાગઢ :  જૂનાગઢમાં ૭૫માં પ્રજાસત્તાક દિન નિમિત્તે ૨૪મી જાન્યુઆરીના રોજ જૂનાગઢની વિવેકાનંદ હાઈસ્કૂલના મેદાનમાં ગુજરાત પોલીસના જવાનો દ્વારા ‘મશાલ પીટી’ કાર્યક્રમમાં બાઈક સ્ટંટ, મલખમ સહિત અવનવા કરતબ રજૂ કરવામાં આવ્યા હતાં. તેમજ ગુજરાત પોલીસના ૨૫૬ જવાનો સાથે ૫૧૨ મશાલ સાથે મશાલ પીટી કાર્યક્રમ રજૂ થયો હતો. જેમાં બંને હાથમાં મશાલ પકડીને ‘જય શ્રી રામ’, ‘ફિટ ઈન્ડિયા’, ‘ગીરનાર’ ‘ગુજરાત પોલીસ’, ‘વેલકમ ‘ જેવા શાબ્દિક ફોર્મેશન બનાવ્યા હતાં.

આ તકે, પોલીસ બેન્ડ દ્વારા બ્રાસ બેન્ડ અને પાઇપ બેન્ડની શૌર્યભરી ધૂનની પણ પ્રસ્તુતી કરવામાં આવી હતી. ઉપરાંત પોલીસ પરિવારના બાળકો દ્વારા ખાસ મલખમ કાર્યક્રમ તેમજ સુરક્ષા સેતુ અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા જૂડો કરાટેનું પણ નિદર્શન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જૂનાગઢના કલાપ્રેમી પ્રજાજનોએ અશ્વ શો, ડૉગ શો સહિત અવનવા ભવ્ય કાર્યક્રમોની પ્રસ્તુતી માણી હતી.

જૂનાગઢના પ્રજાજનોએ સોરઠી સિંહ જેવું શૌર્ય અને ચિત્તા જેવી ચપળતા ધરાવતા પોલીસ જવાનોના અદમ્ય સાહસ અને વીરતાભર્યા શૌર્યને ”ભારત માતા કી જય’ અને ‘ચક દે ઈન્ડિયા’ના પ્રચંડ નાદ સાથે વધાવ્યું હતું. આમ ખમીરવંતી ખાખીના અવનવા કરતબ નિહાળી જૂનાગઢના પ્રજાજનો મંત્રમુગ્ધ થયાં હતાં.

આ તકે મેયરશ્રી ગીતાબહેન પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુંમર કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિરાંત પરીખ, નાયબ પોલીસ મહાનિરિક્ષક શ્રી નિલેશ જાજડિયા, પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી હરેશ પરસાણા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કિરિટ પટેલ સહિત વહીવટીતંત્રના અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!