જામનપાડા પ્રાથમિક શાળા ખો-ખો રમત માં જિલ્લામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો.

જામનપાડા પ્રાથમિક શાળા ખો-ખો રમત માં જિલ્લામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો.
ખેરગામ : નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ખારેલ ગામે યોજાયેલ ખેલ મહાકુંભ 2.0 માં નવસારી જિલ્લા કક્ષા એ નવ ટીમો વચ્ચે ખો – ખો સ્પર્ધા યોજાયેલ હતી જેમાં ખેરગામ તાલુકાની જામનપાડા પ્રાથમિક શાળા ની 14 વર્ષ નીચે માં કન્યાઓ દ્વારા ખો – ખો ની સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો જેને લઈ ખેરગામ તાલુકાના છેવાડા ના જામનાપાડા વિસ્તાર માં આનંદ ની લહેર પ્રસરી હતી. જિલ્લા કક્ષા એ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી હવે આ શાળા અને વિદ્યાર્થી ઓ રાજ્ય કક્ષા એ સ્પર્ધા માં ભાગ લેશે. શાળાના આચાર્ય અમરતભાઈ પટેલ, શાળાના શિક્ષક-કૉચ સુરેશભાઈ પટેલ ,શિક્ષકો અરુણભાઈ,મયુરભાઈ અને રાજેશભાઈ પટેલ સાથે શાળાના સ્ટાફ તથા ગ્રામજનો અને આગેવાનો દ્વારા વિજેતા બાળકીઓને અભિનંદન પાઠવ્યા હતા. ખેરગામ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી રાજેશભાઈ રવાભાઈ પટેલે આચાર્ય બાળાઓને અભિનંદન પાઠવી રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ કૌવત બતાવવા પ્રોત્સાહિત કર્યા હતા.
રિપોર્ટ :- અંકેશ યાદવ , ખેરગામ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300