ફાંસો ખાઈ જીવન ટુંકાવનારા ખેરગામના તલાટીના પરિવારને સહાય.

ફાંસો ખાઈ જીવન ટુંકાવનારા ખેરગામના તલાટીના પરિવારને સહાય.
ખેરગામ : ખેરગામના બાવળી ફળિયા ખાતે રહેતા અને ચીખલી તાલુકાના ઢોલુમ્બર ગામની ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રીની ફરજ બજાવતા વિપીનચંદ્ર કરસનભાઈ પટેલે ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું હતું.જેને કારણે પરિવાર ઉપર આફત આવી પડી હતી.આથી નવસારી જિલ્લા ત.ક.મંત્રી મંડળ પરિવારની વહારે આવ્યું હતું. અને તા.૨૨/૦૧/૨૦૨૪ના રોજ સ્વર્ગસ્થ વિપીનચંદ્ર પટેલના ખેરગામ બાવળી ફળિયા ખાતે આવેલા ઘરે જઈ તેમની વિધવા પત્નીને ગણદેવી – ૩૫૦૦૦, જલાલપોર – ૩૨૦૦૦, નવસારી – ૨૯૦૦૦, ચીખલી -૪૭૧૧૧ અને ખેરગામના તલાટી રૂ.૮૦૦૦ મળી કુલ ૧,૫૧,૧૧૧નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો્.
રિપોર્ટ :- અંકેશ યાદવ , ખેરગામ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300