નાના કાળિયા પ્રાથમિક શાળાના શિક્ષકને શ્રેષ્ઠ શિક્ષક તરીકે એવોર્ડ એનાયત
નાના કાળિયા પ્રાથમિક શાળાના શિક્ષકને શ્રેષ્ઠ શિક્ષક તરીકે એવોર્ડ મળતા ખૂબ ખૂબ અભિનંદન
દાહોદ જિલ્લાના જિલ્લા કક્ષાનો પ્રજાસતાક પર્વની ઉજવણી સંજેલી ખાતે ડૉ. કુબેરભાઈ ડિંડોર શિક્ષણ મંત્રીના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવેલ જેમાં ભવ્યાતિભવ્ય આયોજન સંજેલી માંડલી રોડ, જૂની ડૉ. શિલ્પન આર. જોશી હાઇસ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું. આ ૭૫ માં પ્રજાસતાક દિન નિમિતે સંજેલી તાલુકાની ગરાડિયા પે સેન્ટરની ડોકી નાના કાળિયા પ્રા. શાળામાંથી પટેલ રોહિત નવીનભાઈ ની શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી કરવામાં આવી. ડૉ. કુબેરભાઈ ડિંડોર સાહેબના હસ્તે પ્રતિભાશાળી શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ પ્રાપ્ત થયો. જે અંતર્ગત ડોકી નાના કાળિયા શાળા પરિવાર હર્ષ અને ગૌરવની લાગણી અનુભવે છે. હજુ સફળતાના શિખરો સર કરો તેવી શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી..
ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300