બગદાણા : પૂ.બજરંગદાસ બાપાની 47મી પુણ્યતિથી મહોત્સવ 29,જાન્યુઆરી ના રોજ ઉજવવામાં આવશે.

બગદાણા : પૂ.બજરંગદાસ બાપાની 47મી પુણ્યતિથી મહોત્સવ 29,જાન્યુઆરી ના રોજ ઉજવવામાં આવશે.
લાખો ભાવિકોના હૃદયમાં દેવ કક્ષાએ બિરાજમાન બગદાણાના સદગુરુ સંત પૂ બજરંગદાસ બાપાની 47મી પુણ્યતિથી મહોત્સવ બગદાણા ખાતે તારીખ 29, જાન્યુઆરી ના રોજ ભક્તિ ભાવ ભર્યા વાતાવરણમાં ઉજવવામાં આવશે.
હજારો ભક્તજનોની હાજરીમાં પ્રતિવર્ષ પોષ વદ ચોથના રોજ ઉજવાતા આ પુણ્યતિથી મહોત્સવમાં ભાવિકો શ્રદ્ધાભેર જોડાય છે.
તા. 29/1/2024 ને સોમવારના આ મહોત્સવના ઘોષિત થયેલા કાર્યક્રમ મુજબ મંગળા આરતી વહેલી સવારના 5 કલાકે તેમજ ધજા પૂજન સવારે 7:30 કલાકે, ધવજા રોહણ 8:15 કલાકે તેમજ ગુરુપૂજન 8:30 કલાકે થશે. બાદમાં બાપાની રંગદર્શી નગરયાત્રા સવારે 10:00 કલાકે બગદાણા ગામમાં પ્રસ્થાન કરશે. ત્યારબાદ સવારના ૧૦ કલાકથી ભોજન – પ્રસાદ વિતરણ અવિરતપણે શરૂ રહેશે…
અહીં આ દિવસે ખાસ આલગ અલગ ભોજન શાળા ખાતે ભોજન વ્યવસ્થાઓ કરવામાં આવી છે.જેમાં બહેનો-ભાઈઓ, સંતો અને મહેમાનો માટે અલગ અલગ વ્યવસ્થા છે.
રસોડા સહિત સુરક્ષા, પાર્કિંગ ,ભોજનશાળા, ચા પાણી,ચાર જગ્યાએ ઉતારા, કંટ્રોલરૂમ,દર્શન વિભાગ સહિતના એક ડઝન જેટલા વિભાગોમાં સ્વયંસેવક બહેનો/ભાઈઓ સેવા આપશે. જેમાં 3,500 ભાઈઓ તેમજ 800 મહિલા સ્વયંસેવકો અહીં દિવસ રાત ખડે પગે સેવા બજાવશે.
એક લાખ કરતા પણ વધુ ભાવિક શ્રદ્ધાળુઓ આજના બાપાના પુણ્યતિથિ મહોત્સવમાં જોડાઈને બાપાના ચરણોમાં શીશ નમાવીને ધન્યતા અનુભવશે.વિશાળ સંખ્યામાં પ્રતિવર્ષ આવતા શ્રદ્ધાળુઓ માટે સંપૂર્ણ વ્યવસ્થાઓ સમગ્ર ટ્રસ્ટી મંડળ તેમજ સ્વયંસેવક મંડળોમાં સેવા આપતા બહે, ભાઈઓ દ્વારા થાય છે. મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ માટે શુદ્ધ ઘીના લાડવા, રોટલી, શાક, સંભાર, દાળ ભાત,છાશ વગેરેનો પ્રસાદ ગુરુઆશ્રમની પરંપરા મુજબ પંગતમાં પીરસવામાં આવશે.
આ પુણ્યતિથિ મહોત્સવના આગળના દિવસે એટલે કે રવિવારે પણ હૈયે હૈયુ દળાય તેવી જનમેદનીએ દર્શન લાભ લીધો હતો. બગદાણા તરફની ચારે દિશાઓમાંથી પેદલયાત્રીઓ પણ બગદાણા ધામ પહોંચી રહ્યા છે. મહોત્સવ ની પૂર્વ સંધ્યાએ (રવિવારે) આશ્રમમાં વિવિધ ગામોના સેવા આપતા સ્વયંસેવકો સાથે ટ્રસ્ટી મંડળની બેઠક યોજાઇ હતી.જેમાં દરેકે કરવાના કામની સમીક્ષા સાથે માર્ગદર્શક પૂરું પાડવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેનાર ભક્તજનો માટે સરકારી તંત્રનો પણ અહીં સહકાર મળ્યો છે. સુરક્ષા માટે પોલીસ વિભાગ નો અહીં ચુસ્ત બંદોબસ્ત રહેશે.આ ઉપરાંત ભાવનગર શહેર સહિત તળાજા,પાલીતાણા, મહુવા વગેરે જેવા સેન્ટરો માંથી ખાસ એસ.ટી. બસની વ્યવસ્થાઓ અહીં થઈ છે. અહીં વાહન પાર્કિંગ માટે છ પાર્કિંગ ઝોન બનાવવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે બજરંગદાસબાપા વિક્રમ સંવત 2033,પોષ વદ ચોથના તા.09 /01/1977 ને રવિવારે વહેલી સવારના નિજધામ… સ્વલોક પામ્યા હતા. ત્યારથી હજારો ભક્તજનોની હાજરીમાં પ્રતિવર્ષ આ તિથિના દિવસે પુણ્યતિથિ મહોત્સવ બડે ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવે છે.
બગદાણા થી ખાસ અહેવાલ
રિપોર્ટ :- હરેશ જોશી – કુંઢેલી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300