રાજ્યપાલશ્રી એ જૂનાગઢમાં એગ્રીકલ્ચર મલ્ચિંગ ફિલ્મ પ્રોડક્શન ઈન્ડસ્ટ્રીની મુલાકાત લીધી

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ જૂનાગઢમાં એગ્રીકલ્ચર મલ્ચિંગ ફિલ્મ પ્રોડક્શન ઈન્ડસ્ટ્રીની મુલાકાત લીધી
જૂનાગઢ : જૂનાગઢના જીઆઇડીસી-૨ વિસ્તારમાં આવેલા પાર્થ પોલી વુવેન પ્રા.લી.ના પ્લાન્ટની રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ મુલાકાત લીધી હતી.
આ પ્રસંગે ભરતભાઈ સીરોયાએ રાજ્યપાલશ્રીનું સ્વાગત કર્યું હતું. રાજ્યપાલશ્રીએ વિવિઘ પ્લાન્ટ્સનું નિરીક્ષણ કર્યું હતું.
પ્રાકૃતિક ખેતીમાં ખેડૂતોનો ઉત્પાદન ખર્ચ ઘટાડવા માટે મલ્ચિંગ પદ્ધતિ ઘણી ઉપયોગી બને છે. મલ્ચિંગને લીધે જમીનમાં ભેજ સચવાયેલો રહે છે તેમજ ઉપર કવર હોવાના લીધે નિંદામણ થતું નથી. પ્રાકૃતિક ખેતીમાં અળસીયા મહત્વના છે. મલ્ચિંગ પદ્ધતિમાં અળસિયાની સંખ્યા પ્રમાણમાં વધારે રહે છે. મલ્ચિંગ માટે સરકાર દ્વારા પણ સબસીડી આપવામાં આવે છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300