રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી વડાપ્રધાનશ્રીના ‘પરીક્ષા પે ચર્ચા’માં જૂનાગઢથી જોડાયા

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી વડાપ્રધાનશ્રીના ‘પરીક્ષા પે ચર્ચા’માં જૂનાગઢથી જોડાયા
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જૂનાગઢમાં જ્ઞાનબાગ ગુરુકુળ ખાતે વિદ્યાર્થીઓ સાથે ‘પરીક્ષા પે ચર્ચા’ નું જીવંત પ્રસારણ નિહાળ્યું
જૂનાગઢ : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જૂનાગઢમાં જ્ઞાનબાગ, ગુરુકુળના સભાખંડમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘પરીક્ષા પે ચર્ચા’નું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. ગુરુકુળ ખાતે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ પણ આ કાર્યક્રમ નિહાળી દેશના વિવિધ રાજ્યોના વિદ્યાર્થીઓએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને પરીક્ષા અંગે પૂછેલા પ્રશ્નો અંગે વડાપ્રધાનશ્રીએ આપેલું માર્ગદર્શન સાંભળ્યું હતું. વિદ્યાર્થીઓનો પણ આત્મવિશ્વાસ તેનાથી વધ્યો હતો.
વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયાનો સંયમપૂર્ણ ઉપયોગ, બીજાની સાથે નહીં પરંતુ પોતાની જ સાથે વધુ માર્કસ લેવાની સ્પર્ધા, પોષણયુક્ત સમતોલ આહાર, વ્યાયામ, હેલ્ધી સ્પર્ધા તેમજ નિરાશાને સ્થાન નહીં આપી આત્મવિશ્વાસ અને સામર્થ્ય વધારવાની ક્ષમતા અંગે સકારાત્મક વિચારધારા સહિતનું માર્ગદર્શન ધ્યાનપૂર્વક સાંભળ્યું હતું. વિદ્યાર્થીઓને દબાણમાં આવ્યા વગર મુક્ત મને પરીક્ષા આપવાનો આત્મવિશ્વાસ કેળવવા વડાપ્રધાનશ્રીનું માર્ગદર્શન પ્રેરક બન્યું હતું.
“પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ નિહાળવાના આ પ્રસંગે ઇન્ચાર્જ કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિરાંત પરીખ, એસ.પી. હર્ષદ મહેતા, અધિક કલેકટર એન.એફ ચૌધરી, વિસાવદર પ્રાંત અધિકારી તેમજ શિક્ષણાધિકારી કચેરીના અધિકારીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300