રાજકોટ : મકરબા આંગણવાડી કેન્દ્ર પર ૭૫માં પ્રજાસતાક પર્વની ઉજવણી કરાઈ.

રાજકોટ શહેર મહાનગરપાલિકાની મકરબા આંગણવાડી કેન્દ્ર પર ૭૫માં પ્રજાસતાક પર્વની ઉજવણી કરાઈ.
રાજકોટ : રાજકોટ મહાનગરપાલિકાના ICDS વિભાગની ઘટક ૩ની રેડ ક્રોસ સેજાના વોર્ડનં.૭ના મકરબા આંગણવાડી કેન્દ્ર ખાતે પ્રિ-સ્કુલ ઇન્સ્ટ્રક્ટરના વિશેષ માગદર્શન દ્વારા ૨૬મી જાન્યુઆરી અંતર્ગત આંગણવાડી કેન્દ્રના બાળકો દ્વારા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં બાળકો દ્વારા દેશભક્તિ ગાન I LOVE MY INDIA પર ત્રિરંગા સાથે અભિનય ગીત અને વક્તવ્ય રજૂ કરવામાં આવેલ તેમજ વિવિધ વેશભુષા સાથે ઉજવણી કરવામાં આવેલ. બાળકોને ભારતમાતા, ગાંધીજી, સિપાઇ, સૈનિક વગેરે જેવી વિવિધ વેશભૂષામાં તૈયાર કરવામાં આવેલ હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા વોર્ડનં.૭ના રાજપુત સમાજના અગ્રણી જયુભાઇ રાઠોડ, શહેરના લઘુમતી મોરચાના ઉપપ્રમુખ શાહનવાઝ્ભાઇ, શહેરનાં અનૂસુચિત જાતિ મોરચાના પૂર્વ મંત્રી દિનેશભાઇ સોલંકી કોળી સમાજના અગ્રણી સુખાભાઇ અને પપ્પુભાઇ દ્વારા ICDS વિભાગનાં ઘટક-૩ના પ્રી-સ્કૂલ ઇન્સ્ટ્રક્ટર કરગથરા માનસીબેન અને કાર્યકર અને તેડાગરની ઉપસ્થિતિમાં આંગણવાડીના બાળકોને લંચ બોકસ, નમકિન અને કેકનું વિતરણ કરવામાં આવેલ.
રિપોર્ટ.દિલીપ પરમાર રાજકોટ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300