રાજકોટ પોલીસ દ્વારા સુરક્ષા સેતુ યોજના અંતર્ગત ટ્રાફિક અવરનેસ નિઃશુલ્ક આંખની તપાસના કેમ્પ યોજાયા.

રાજકોટ પોલીસ દ્વારા સુરક્ષા સેતુ યોજના અંતર્ગત ટ્રાફિક અવરનેસ નિઃશુલ્ક આંખની તપાસના કેમ્પ યોજાયા.
રાજકોટ : રાજકોટ જુના માર્કેટીંગ યાર્ડ, ગોંડલ રોડ ખાતે સુરક્ષા સેતુ યોજના અંતર્ગત રાજકોટ શહેર પોલીસ દ્વારા ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ તથા નિઃશુલ્ક આંખની તપાસના કેમ્પ યોજાયા હતા. આ કાર્યક્રમમાં PI એન.જી.વાઘેલાએ ટ્રાફિકના નિયમોનું પાલન, ઝીબ્રા ક્રોસિંગ, ડ્રાઈવિંગ લાઇસન્સનું મહત્વ, વાહન ચલાવતી વખતે હેલ્મેટ અને શીટ બેલ્ટનો ઉપયોગ કરવો, વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવો, કારમાં બ્લેક ફિલ્મ વાળા કાચનો ઉપયોગ ન કરવો, ઓવર સ્પીડમાં અને રોંગ સાઈડમાં વાહન ચલાવવું નહીં, ઈ-મેમો, ટ્રાફિક સિગ્નલ પાલન અંગેની વિસ્તૃત માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં આંખના નિષ્ણાંત ડૉ.કાર્તિક પટેલ દ્વારા આંખની તપાસ કરાઇ હતી. જેમાં માર્કેટિંગ યાર્ડના ખેડૂતો તેમજ ટ્રકચાલક, રિક્ષાચાલક સહિત આશરે ૬૦ ડ્રાઇવરોની આંખની તપાસ કરાઇ હતી. ટ્રાફિક પોલીસ સ્ટાફ તેમજ આરોગ્ય વિભાગના કર્મચારીઓ, ખેડૂત ભાઈઓ અને ડ્રાઈવર ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ.દિલીપ પરમાર રાજકોટ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300