તંત્રની પોલ ખુલીઃ લોકાર્પણ થાય પહેલા જ બ્રિજની પાણીની લાઈનમાં લીકેજ

અમદાવાદ,
અમદાવાદના ઈન્કમટેક્સ બ્રિજના છેડે બનેલા આશ્રમરોડ પરના નવનિર્મિત બ્રિજનું હજુ તો ઉદ્દઘાટન નથી થયુ અને બ્રિજની પાણીની પાઈપલાઈનમાં ભંગાણ જાવા મળ્યુ. મંગળવારે મોડી સાંજે અમદાવાદમાં ધોધમાર વરસાદ પડતા બ્રિજની નીચેના ભાગથી પાણી પડવા લાગ્યુ. પાણીની પાઈપલાઈનમાંથી મોટી માત્રામાં પાણી પડતા નીચેથી પસાર થતા વાહન ચાલકો પણ પરેશાન થયા હતા.
કરોડો રૂપિયાનાં ખર્ચે બનેલા નવા બ્રિજનું ઉદઘાટન થાય તે પહેલા જ કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવ્યું છે. જા કે આ મામલે જવાબદાર તંત્ર દ્વારા કોઇ પગલા લેવાશે કે કેમ તે સવાલ છે. મહત્વનું છે કે આગામી ૩ જૂલાઈએ કેન્દ્રીય અમિત શાહના હસ્તે લોકાર્પણ થવાનું છે..પરંતુ તે પહેલા જ બ્રિજની પાણીની લાઈનમાં લીકેજ જાવા મળ્યુ.