જુનાગઢ જિલ્લામાં આગામી વર્ષ 2024- 25 માટે આયોજન હેઠળના અંદાજે રૂ.7 કરોડના 292 કામો મંજૂર કરાયા

જુનાગઢ જિલ્લામાં આગામી વર્ષ 2024- 25 માટે આયોજન હેઠળના અંદાજે રૂ.7 કરોડના 292 કામો મંજૂર કરાયા
પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલી વર્ચ્યુઅલ મિટિંગમાં વિકાસના કામો મંજુર કરાયા
જુનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જુનાગઢ જિલ્લાના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે વિડીયો માધ્યમથી બેઠક યોજીને આયોજન હેઠળના રૂ. 7 કરોડના 292 કામોને મંજૂરી આપી હતી.
જુનાગઢ કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી મીટીંગમાં જિલ્લા આયોજન અધિકારી શ્રી આર.એમ ગંભીરે યોજનાકિય કામગીરીની અને નવા કામો આવેલી દરખાસ્તની વિગતો આપી હતી.
પ્રભારી મંત્રી શ્રી એ વર્ચ્યુઅલી મિટિંગમાં જિલ્લા વિસ્તારમાં રૂ. 6.14 કરોડ ના 278 અને નગરપાલિકા વિસ્તારના 92 લાખના 14 કામોને મંજૂરી આપવામાં આવી હતી.
આ બેઠકમાં પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા, એન. એફ.ચૌધરી, તાલુકા પંચાયતના પ્રમુખ, પદાધિકારીઓ અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300