જાફરાબાદ થી અયોધ્યા સુધી સાયકલ લઇ જનારા બે યુવાનોનું સન્માન કરવામાં આવ્યું.

જાફરાબાદ થી અયોધ્યા સુધી સાયકલ લઇ જનારા બે યુવાનોનું સન્માન કરવામાં આવ્યું.
તાજેતરમાં અયોધ્યા ખાતે શ્રીરામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારે જાફરાબાદ થી બે યુવાનો સાયકલ લઈને અયોધ્યા પહોંચશે તેને આજે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું
જાણવા મળતી વિગત મુજબ અયોધ્યા ખાતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ આજ રોજ જાફરાબાદ ના બે યુવાનો કીર્તન બારૈયા અને ધર્મેશ બારૈયા ૧૬૦૦ કિલોમીટરના અંતરે અયોધ્યા સાયકલ લઈને રવાના થયા હતા તેને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. અનોખી રામભક્તિ જોવા મળી હતી અને પોતે બંને યુવાનો સાયકલ લઇ અને અયોધ્યા આગામી દિવસોમાં પહોંચશે
જાફરાબાદ થી અયોધ્યા સાયકલ લઈને 1600 કિલોમીટરની એક યાત્રા જાફરાબાદના બે યુવાનો પૂર્ણ કરશે 16 દિવસ અયોધ્યા પહોંચે તો રાજુલા વિશ્વ હિન્દુ પરિષદે તેનું સ્વાગત કર્યું અને શુભેચ્છા મુલાકાત લીધી બંને યુવાનોનું ફુલહાર કરી અને સન્માન કરી તેને વિદાય કર્યા હતા. બંને યુવાનોને ધારાસભ્ય હીરાભાઈ સોલંકી એ પણ અભિનંદન પાઠવ્યા હતા.
રિપોર્ટ : મહેશ વરુ – રાજુલા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300