ખેડૂતો પાસેથી સરકાર વર્ષ ૨૦૨૩-૨૪ માટે તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરશે

ખેડૂતો પાસેથી સરકાર વર્ષ ૨૦૨૩-૨૪ માટે તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરશે
Spread the love

ખેડૂતો પાસેથી સરકાર વર્ષ ૨૦૨૩-૨૪ માટે તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરશે: કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ

ખેડૂતો આગામી તા. ૫ ફેબ્રુઆરીથી ૨૯ ફેબ્રુઆરી સુધી ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી ઈ-સમૃધ્ધિ પોર્ટલ પર ઓનલાઇન નોંધણી કરાવી શકશે

સરકાર તુવેર રૂ.૭૦૦૦ પ્રતિ કિવ., ચણા રૂ. ૫૪૪૦ પ્રતિ કિવ. અને રાયડો રૂ. ૫૬૫૦ પ્રતિ ક્વિ.ના ભાવે ખરીદી કરશે

કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ સાથે આર્થિક રક્ષણ પણ મળી રહે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ સરકાર દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ માટે તુવેર, ચણા અને રયાડા પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

મંત્રીશ્રીએ વધુ માહિતી આપતા કહ્યું હતું કે, ભારત સરકારના પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન અંતર્ગત પી.એસ.એસ. હેઠળ ગુજરાતમાં તુવેર, ચણા અને રાયડા પાકની ટેકાના ભાવે ખરીદી હાથ ધરાશે. કુલ વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે, અને આ માટે રાજ્ય સરકાર દ્વારા આગોતરૂ આયોજન પણ કરાશે.

ખેડૂતોને ટેકાના ભાવે ખરીફ પાકોનું વેચાણ કરવા અનુરોધ કરતા મંત્રી શ્રી પટેલે ઉમેર્યું હતું કે, ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવા માટે રાજ્યના તમામ જિલ્લાના ખેડૂતોએ તા. ૫ ફેબ્રુઆરી થી ૨૯ ફેબ્રુઆરી દરમિયાન ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી VCE મારફત ઈ-સમૃધ્ધિ પોર્ટલ પર ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા ચાલુ વર્ષ ૨૦૨૩-૨૪ માટે રવિ પાકોનું વાવેતર થાય તે અગાઉ જ ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા હતા. જે અનુસાર તુવેર માટે રૂ.૭૦૦૦ પ્રતિ કિવ., ચણા માટે રૂ. ૫૪૪૦ પ્રતિ કિવ. અને રાયડા માટે રૂ. ૫૬૫૦ પ્રતિ ક્વિ. જાહેર કરવામાં આવ્યો છે.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG-20240112-WA0013.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!