રાજકોટ : ચોરાઉ મોટરસાયકલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ક્રાઈમ બ્રાંચ.

રાજકોટ શહેર ચોરાઉ મોટરસાયકલ સાથે એક ઇસમને પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ.
રાજકોટ : રાજકોટ શહેરમાં મિલ્કત સંબંધી ગુન્હાઓ અટકાવવા તેમજ વાહન ચોરી, ઘરફોડ ચોરી, ચીલઝડપ, લુંટ વિગેરે અન-ડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા સુચના કરેલ હોય. ક્રાઈમ બ્રાંચ PI વાય.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ DCB પોલીસ સ્ટેશનના PSI એન.ડી.ડામોર તથા પોલીસ સ્ટાફ સાથે રાજકોટ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા દરમ્યાન ASI ફીરોઝભાઇ શેખ, જયદેવસિંહ પરમારને મળેલ હકીકત આધારે શંકાસ્પદ મોટરસાયકલ સાથે મળી આવતા તપાસ અર્થે કબ્જે કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. ધર્મેન્દ્ર ભાગવત લોધ ઉ.૨૭ રહે.દેવકીનંદન સોસાયટી શેરીનં.૬ માંડાડુંગર રાજકોટ મુળ.અજયગઢ (મધ્યપ્રદેશ) (૧) સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ કિ.રૂ.૩૦,૦૦૦ (૨) બજાજ કંપનીનુ CT-100 મોટરસાયકલ કિ.રૂ.૩૦,૦૦૦ કુલ મુદ્દામાલ રૂ.૬૦,૦૦૦ નો કબ્જે કરેલ.
રિપોર્ટ.દિલીપ પરમાર રાજકોટ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300