લીલીયા પીપળવા રોડ પર ડમ્પર અને બાઈક વચ્ચે અકસ્માત : બાઈક ચાલક નુ ધટના સ્થળે મોત

લીલીયા પીપળવા રોડ પર ડમ્પર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ચાલક નુ ધટના સ્થળે મોત
લીલીયા મોટા ના પીપળવા રોડ ના રેલ્વે ફાટક અને બસ સ્ટેન્ડ વચ્ચે સવારે અને ટુ વ્હીલ બાઇક અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો લીલીયા થી પીપળવા તરફ જતા ડમ્પર નંબર GJ13 V 7948 ના ચાલકે પોતાના હવાલા વાળું ડમ્પર વાહન પુરપાટ ઝડપે અને બે ફિકરાયથી અને ગફલત ભરી રીતે માનવ જિંદગી જોખમાય તે રીતે ચલાવી વાઘણીયા તરફ જતા ગભરૂભાઈ પોપટભાઈ શિંગાળા ઉંમર વર્ષ 64 રહે વાઘણીયા તાલુકો લીલીયા જીલ્લો અમરેલી વાળા પોતાના હવાલા વાળું મોટર સાયકલ હીરો હોન્ડા રજીસ્ટર નંબર GJ 1 DJ 7914 લઈ લીલીયા થી વાઘણીયા તરફ જતા દરમિયાન ગભરૂભાઈ ના મોટરસાયકલને હડફેટે લેતા તેના શરીર ઉપર ડમ્પર વાહનનો જમણી બાજુના પાછળના ભાગનો ટાયર નો જોટો ચડાવી શરીર એ તથા માથાના ભાગે તેમ જ મોઢાના ભાગે ગંભીર ઇજાઓ થતાં ગભરુભાઈ નું ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નીપજાવી ડમ્પર ચાલક ડમ્પર લઈ ફરાર થઈ જતાં પોલીસે આરોપી ને પકડવા ચક્રો ગતિમાન કર્યા
રિપોર્ટ ઇમરાન પઠાણ લીલીયા મોટા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300