મોટી કુકાવાવ ખાતે શ્રીનાથજી હવેલી ખાતે હર્ષોલ્લાસ પૂર્વક છઠ્ઠો પાટોત્સવ ઉજવાયો

મોટી કુકાવાવ ખાતે શ્રીનાથજી હવેલી ખાતે હર્ષોલ્લાસ પૂર્વક છઠ્ઠો પાટોત્સવ ઉજવાયો
અમરેલી જિલ્લા ના મોટી કુકાવાવ ગામ ખાતે શ્રીનાથજી હવેલી હર્ષોલ્લાસ પૂર્વક છઠ્ઠો પાટોત્સવનુ mભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું તા.૦૧-૦૨-૨૦૨૪ ને ગુરુવાર ના રોજ કુકાવાવ ગામ ખાતે શ્રીનાથજી હવેલી હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.જેમાં મોટી સંખ્યામાં સાધુ સંતો સામાજિક અગ્રણીઓ અને સમસ્ત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
અમરેલી જિલ્લા ના મોટી કુકાવાવ ગામ ખાતે ગિરિરાજજી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રીનાથજી ની હવેલી ખાતે યોજાયેલ ઉજવણી માં સાધુ સંતો સહિત અનેક ગામવાસીઓ હજાર રહ્યા હતા.મોટી કુકાવાવ ખાતે છઠ્ઠા પાટોતસવ નું ભવ્ય આયોજન કરવામા આવ્યું હતું. તેમજ સાથે સાથે રાત્રે કાનગોપી ઉત્સવ નુ પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.જેમા છઠા પતંગોત્સવ ઉજવણી નાં ભાગરૂપે મા વૈષ્ણવ આચાયઁ શ્રી જગતગુરૂ શ્રીમદ વલ્લભાચાર્ય પ્રાગટય પીઠ ચંપારણ ગૃહાધિપતિ સોમયાજી દિક્ષીત અનંતશ્રી વિભુષીત પૂ.પા.ગો. શ્રી ૧૦૮ દ્વારકેશલાલજી મહારાજ સહિતના સાધુ સંતો મહંતો આ પાટોત્સવ મા પધાર્યા હતા અને આશીર્વચન આપ્યા હતા. અને સંતોની પધરામણી શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ તરવડા થી પધરામણી કરવામાં આવી હતી.
કુકાવાવ શ્રીનાથજી હવેલી ખાતે નંદ ભયો ઉત્સવ નો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને રાત્રે ના નવ વાગે કાનગોપી નો આયોજન કરવામાં આવ્યું હતું
અને સાંજનો ભોજન નું આયોજન કરવામાં આવ્યું હતું
સમસ્ત પુષ્ટિમાર્ગીય વૈષ્ણ સૃષ્ટિને આનંદ ઉત્સાહ સાથે મોટી કુંકાવાવ ના આંગણે ઇષ્ટદેવ નિકુંજ નાયક “શ્રીનાથજી” એવંમ્ “જગદગુરૂ શ્રીમદ્ વલ્લભાચાર્યજી”ના અસીમ અનુગૃહથી “શ્રીનાથજી” ની હવેલી મોટી કુંકાવાવનાં છઠ્ઠા પાટોત્સવ નું આયોજન પોષ વદ-૬ ને ગુરૂવાર તા. ૦૧-૦૨-૨૦૨૪ ના રોજ રાખવામાં આવ્યું છે. જે પાવન પાટોત્સવ પ્રસંગે અખંડ ભુમંડલાચાર્ય શ્રી મહાપ્રભુજી ના વંશાવત પૂ.પા.ગો. શ્રી ૧૦૮ દ્વારકેશલાલજી મહારાજશ્રી આ અલૌકિક પ્રસંગે પધારી પાટોત્સવને દિપાવશે તેમજ પોતાની વાણીની મીઠાશ સૌ કોઈ આવેલ શ્રદ્ધાળુઓ ને પાઠવશે ત્યારે આ ઉજવણી નાં
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300