સામાન્ય વહીવટ વિભાગ માટે કુલ `૨૨૩૯ કરોડની જોગવાઇ
સામાન્ય વહીવટ વિભાગ માટે કુલ `૨૨૩૯ કરોડની જોગવાઇ
ઇન્ફર્મેશન ટેકનોલોજી, AI અને Dataના ઉપયોગથી વહીવટમાં પારદર્શિતા, સરળતા અને જવાબદેહી સુનિશ્ચિત કરવા વિવિધ સ્તરે ટેકનોલોજીના માધ્યમથી સુધારા કરી પરિવર્તન લાવવા માટે અમારી સરકાર કાર્ય કરી રહી છે. માળખાગત સગવડોને લગતા વિવિધ પ્રોજેકટ વિવિધ વિભાગો દ્વારા હાથ ધરવામાં આવે છે. આ પ્રોજેકટનું ઓનલાઇન પોર્ટલ દ્વારા કેન્દ્રીયકૃત મોનિટરીંગ તથા રીયલ ટાઇમ માહિતી ઉપલબ્ધ થઇ શકે તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવશે. કર્મયોગીઓને અદ્યતન તાલીમ આપવા વાર્ષિક મહેકમ ખર્ચના ૧.૫% જેટલી રકમ તાલીમ ખર્ચ માટે ફાળવવાનો સરકારે નિર્ણય કરેલ છે. ચાલુ વર્ષે ડી.બી.ટી. થકી ૪૦૦ કરતા વધુ યોજનાઓમાં લાભાર્થીઓને અંદાજે `૧૪ હજાર કરોડની નાણાકીય સહાય ઓછા સમયમાં અને સીધી જ લાભાર્થીના બેન્ક ખાતામાં જમા થાય તે પદ્ધતિ અમલમાં મૂકેલ છે.
• વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ, એ.ટી.વી.ટી. અને અન્ય યોજનાઓ હેઠળ સ્થાનિક જરૂરિયાતોના વિકાસના કામો માટે `૧૩૧૦ કરોડની જોગવાઇ.
• યોજનાઓના નિર્ધારણ, અમલીકરણ અને ગુણવત્તાલક્ષી ફેરફારો માટે મૂલ્યાંકન કરવા માટે `૩ કરોડની જોગવાઇ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300