હરિયાણા કોંગ્રેસના પ્રવક્તા વિકાસ ચૌધરીની દિલ્હી નજીક ગોળી મારીને હત્યા

હરિયાણા કોંગ્રેસના પ્રવક્તા વિકાસ ચૌધરીની દિલ્હી નજીક ગોળી મારીને હત્યા
Spread the love

ફરીદાબાદ,
હરિયાણાના ફરીદાબાદમાં કોંગ્રેસ પ્રવક્તા વિકાસ ચૌધરીની હત્યા કરી દેવાઈ છે. સેક્ટર ૯માં હુમલાખોરોએ વિકાસ ચૌધરીને ૮ થી ૧૦ ગોળી મારી હતી. વિકાસને સર્વોદય હોÂસ્પટલમાં ભરતી કરાવાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. ઘટનાસ્થળ પરથી ૧૨ ખાલી ખોખા મળી આવ્યા છે.
પોલીસ સૂત્રો પ્રમાણે, વિકાસ ચૌધરી પર બે હુમલાખોરોએ ફાયરિંગ કરી દીધું હતું. જ્યારે વિકાસ પોતાની ગાડીમાં જીમ જઈ રહ્યાં હતા , ત્યારે તેમની પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું.
પોલીસના કહ્યાં પ્રમાણે, ઘટના સવારે ૯ વાગેને ૨ મિનીટે થઈ હતી. જ્યારે વિકાસ સેક્ટર ૯ના હુડા માર્કેટમાં પીએચસીમાં જીમ કરવા માટે નીકળ્યા હતા. જેવા વિકાસ તેમની ગાડીમાંથી ઉતર્યા, તેવો જ હુમલાખોરોએ ગોળીઓનો વરસાદ કરી દીધો હતો. વિકાસ પર અંદાજે ૧૦થી ૧૨ ગોળી વરસાવવામાં આવી હતી.
સીસીટીવી ફુટેજમાં બે હુમલાખોરો વિકાસ પર ગોળીઓ ચલાવતા જાવા મળ્યા હતા. તેની સાથે જ ચાર ગોળીઓ તેમના ગાડીના કાચ પર પણ વાગી હતી. બન્ને હુમલાખોરો સફેદ રંગની એસએક્સ-૪ ગાડીમાં આવ્યા હતા. પોલીસે ગાડી અને હુમલાખોરોની તપાસ માટે ટીમોને દોડતી કરી છે.
વિકાસ ચૌધરીની હત્યા બાદ હરિયાણા કોંગ્રેસ અધ્યક્ષ અશોક તંવરે કહ્યું કે, આ ‘જંગલ રાજ’ છે. કોઈને કાયદાનો ડર નથી. ભૂતકાળમાં પણ આ પ્રકારની ઘટનાઓ બની ચુકી છે. જ્યાં છેડતીનો વિરોધ કરનારી મહિલાને ચાકુ મારી દેવાયું હતું.

Admin

Admin

9909969099
Right Click Disabled!