નાંદોદ પુરવઠા ના ૨ કર્મચારીઓની બદલીના ઓર્ડર છતાં DSO અને મામલતદાર ની રહેમ નજર..?!

નાંદોદ પુરવઠા ના ૨ કર્મચારીઓની બદલીના ઓર્ડર છતાં DSO અને મામલતદાર ની રહેમ નજર..?!
Spread the love

નાંદોદ પુરવઠા માં ૨૦ વર્ષથી ચિટકેલા ૨ કર્મચારીઓની બદલીના ઓર્ડર છતાં DSO અને મામલતદાર ની રહેમ નજર..?!

– લગભગ વીસ વર્ષથી એકજ જગ્યા પર ચીટકી રહેલા આ બે કર્મચારીઓ ની છ મહિના થી બદલી થવા છતાં ચાર્જ નહિ છોડતાં અધિકારીઓ નું શંકાસ્પદ મૌન

નર્મદા જિલ્લામાં પુરવઠા વિભાગ માં ઘણી લોલમલોલ ચાલે છે અને આ વિભાગ વારંવાર ચર્ચા માં અને અખબારો માં ચમકે છે છતાં કોઈજ અધિકારીઓ આ બાબતે જોનાર નથી ત્યારે હાલમાં રાજપીપળા ખાતે આવેલ પુરવઠા કચેરી માં લગભગ વીસેક વર્ષ થી એકજ જગ્યા પર ચોંટેલા બે કર્મચારીઓ ની છ એક મહિના પર બદલી કરાઈ હોવા છતાં બદલી બાદ પણ આ બે કર્મીઓ આ જગ્યા છોડવાનું કેમ નામ લેતા નથી..? આમ તો દર ત્રણ વર્ષે કર્મચારીઓ ની બદલી કરવામાં આવતી હોય છે છતાં વીસેક વર્ષથી એકજ જગ્યા પર પોતાનું સામ્રાજ્ય જમાવી બેઠેલા આ કર્મચારીઓ ની હાલમાં બદલી કરવામાં આવી હોવા છતાં બદલી વાળી જગ્યા પર હાજર થતા નથી અને પોતાની મનમાની જગ્યા છોડતા નથી તો બદલી નાં ઓર્ડર કરનાર કે પુરવઠા વિભાગ નાં નાયબ મામલતદાર કેમ આ બાબતે મૌન ધારણ કરી બેઠા છે..? કેમ બદલી કરવા છતાં આ બે કર્મીઓ ને ચાર્જ છોડવા કહેવામાં આવતું નથી.? શું આ કર્મીઓ પુરવઠા માં રહે એમાં અધિકારીઓ નો અંગત સ્વાર્થ હશે..? જેવા ઘણા સવાલો અહીંયા ઉઠે છે.
કોઈપણ વિભાગ માંથી અન્ય વિભાગો માં બદલી થયેલા કર્મચારીઓ તેમની બદલી ની જગ્યા પર હાજર થયા છે કે નહિ એ બાબતની તપાસ કરી યોગ્ય પગલાં લેવાઇ તેવી લોક લાગણી છે.

જોકે આ બાબતે અમે જિલ્લા.પુરવઠા અધિકારી અને નાંદોદ મામલતદાર નો સંપર્ક કરી હકીકત જાણવા પ્રયાસ કર્યો ત્યારે બંને અધિકારીઓ બદલી બાબતે અજાણ હોવાનો ડોળ કરવા લાગ્યા અને અમારી જાણ બાદ પણ હજુ આ કર્મચારીઓ એ પોતાની જૂની જગ્યા નો ચાર્જ છોડ્યો નથી તો શું આ બે ઉચ્ચ અધિકારીઓ ની પણ રહેમ નજર છે..? આ બે કર્મચારીઓ કોઈ મોટી વગ ધરાવે છે..? કેમ એકપણ અધિકારી તેમને બદલી બાદ પણ હટાવી શકતા નથી તેવા પ્રશ્નો હાલ ચર્ચા માં છે.

રિપોર્ટ – વિપુલ ડાંગી,રાજપીપલા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!