સુરેન્દ્રનગર : 5 કરોડના ખર્ચે બનેલા બ્રિજનું લોકાર્પણ

સુરેન્દ્રનગર : 5 કરોડના ખર્ચે બનેલા બ્રિજનું લોકાર્પણ
Spread the love

સુરેન્દ્રનગરમાં 5 કરોડના ખર્ચે બનેલા બ્રિજનું લોકાર્પણ,

મુળી-સાયલા અને ચોટીલાથી આવતા લોકોને થશે ઉપયોગી

આજરોજ નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાના વરદહસ્તે જિલ્લા પંચાયત થી નવા સર્કિટ હાઉસ
તરફ અંદાજિત રૂ.5 કરોડના ખર્ચે નિર્માણ પામેલ બ્રિજનું લોકાર્પણ થયું હતું. આ બ્રિજના નિર્માણથી
ચોમાસામાં ભોગાવો નદીમાં પાણી ભરવાના કારણે રોડ બંધ થવાની સમસ્યાથી છૂટકારો મળશે.


આગામી સમયમાં ડેમ પાસે પણ 28 કરોડના ખર્ચે નવો બ્રિજ બનાવવામાં આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાએ જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર-દુધરેજ-વઢવાણ સંયુક્ત નગરપાલિકા દ્વારા અંદાજિત રૂ.પાંચ કરોડના ખર્ચે જિલ્લા પંચાયતથી નવા સર્કિટ હાઉસ તરફ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. દાળમીલ રોડ, કલેકટર કચેરી, જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી, જિલ્લા પંચાયત, મુળી, સાયલા, ચોટીલા અને થાન તરફથી જતાં-આવતાં લોકોને આ બ્રિજ ખૂબ જ ઉપયોગી બનશે.


ચોમાસામાં ભોગાવો નદીમાં વરસાદી પાણી ભરાવાના કારણે આ રોડ વારંવાર બંધ રહેતો હતો. આજે આ લોકાર્પણથી આ સમસ્યાનો કાયમી સુ:ખદ ઉકેલ આવ્યો છે. આ લોકાર્પણથી સુરેન્દ્રનગર શહેરીવાસીઓની સુખાકારીમાં વધારો થશે. આગામી
દિવસોમાં સરકાર દ્વારા ડેમ પાસે પણ રૂ.28 કરોડના ખર્ચે નવો બ્રિજ તૈયાર કરવામાં આવશે. જેનો પણ જિલ્લાવાસીઓને ખૂબ જ ટૂંકા સમયગાળામાં લાભ મળશે. સુરેન્દ્રનગર-દુધરેજ-વઢવાણ સંયુક્ત નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવતા સરકારનો આભાર વ્યક્ત કરતાં વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, રાજ્ય સરકારે સુઆયોજિત શહેરી વ્યવસ્થાપન માટે સુરેન્દ્રનગર-વઢવાણ સંયુક્ત નગરપાલિકાનો
મહાનગરપાલિકામાં સમાવેશ કર્યો છે. મહાનગરપાલિકા
મહાનગરપાલિકામાં સમાવેશ કર્યો છે. મહાનગરપાલિકા બનવાની સાથે જ સુરેન્દ્રનગર શહેર ખૂબ જ ઝપડથી પ્રગતિ કરશે અને શહેરના વિકાસને નવી ગતિ મળશે.
આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય ધનજી પટેલ, નગરપાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યા, તાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્ર પટેલ, નગરપાલિકા ઉપપ્રમુખ પંકજ પરમાર, કારોબારી ચેરમેન જીતેન્દ્રસિંહ ચાવડા, અગ્રણી સર્વ મહેન્દ્ર પટેલ, તાલીમી આઈ.એ.એસ. હિરેન બારોટ,ચીફ ઓફિસર સાગરભાઇ રાડીયા ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ : જાડેજા દીપેન્દ્રસિંહ સુરેન્દ્રનગર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!