વાંદરવડ ગામે પીવાના પાણી માટે નિર્મિત થનાર વાસ્મો યોજનાનું ખાતમુહૂર્ત કરતા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી

ભેંસાણના વાંદરવડ ગામે પીવાના પાણી માટે રૂ.૨૩.૯૮ લાખના ખર્ચે નિર્મિત થનાર વાસ્મો યોજનાનું ખાતમુહૂર્ત કરતા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુંમર
ગ્રામજનોની પીવાના પાણીની વ્યવસ્થાઓ વધુ સુદ્રઢ બનશે
જૂનાગઢ : જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુંમરે ભેંસાણના વાંદરવડ ગામે પીવાના પાણી માટે રૂ.૨૩.૯૮ લાખના ખર્ચે નિર્મિત થનાર વાસ્મો યોજનાનું ખાતમુહૂર્ત કર્યું હતું. આમ, પીવાના પાણીના હયાત ઘટકોમાં ઉમેરો થતા ગ્રામજનોની પીવાના પાણીની વ્યવસ્થાઓ વધુ સુદ્રઢ બનશે.
વાંદરવડ ગામે આ યોજના હેઠળ પીવીસી પાઇપ લાઇન, પંપીંગ મશીનરી, પંપ હાઉસ, નળ જોડાણ, પાવર કનેક્શન સહિતની વ્યવસ્થાઓ ઉભી થશે. જેથી ગ્રામજનોની સુખાકારીમાં પણ વધારો થશે.
આ ખાતમુહૂર્ત પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખશ્રી ગાંડુભાઈ કથીરિયા, જિલ્લા પંચાયત સદસ્યના પ્રતિનિધિ શ્રી અનુભાઈ ગુજરાતી, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ઉમેશભાઈ બાંભરોલીયા ,તાલુકા ભાજપ મહામંત્રી શ્રી જસકુભાઈ શેખવા, અલગ અલગ ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ, વાંદરવડ ગામના સરપંચ શ્રી પ્રદીપભાઈ કાનપરિયા, ભેસાણ તાલુકાના આગેવાન શ્રી પ્રવીણભાઈ સોજીત્રા ,વાસમોના નાયબ મેનેજર શ્રી પંડિતભાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300