પાકિસ્તાને એર સ્પેસ બંધ કરતા ભારતીય એરલાઈન્સને ૫૪૮ કરોડ રૂપિયાનું નુકસાન

ન્યુ દિલ્હી,
બાલોકોટમાં ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાને તેને એરસ્પેદ બંધ કરી દીધી છે. મોદી સરકારે બુધવારે જણાવ્યું કે પાકના આ નિર્ણયથી ભારતીય એરલાઈન્સ કંપનીઓને ૫૪૮ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. શુક્રવારે પાકિસ્તાને પ્રતિબંધ ૧૨ જુલાઈ સુધી વધારવાનો નિર્ણય કર્યો છે.
નાગરિક ઉડ્ડયન રાજય મંત્રી હરદીપ સિંહ પુરીએ રાજયભામાં જણાવ્યું કે ૨ જુલાઈ સુધી એર ઈÂન્ડયાને ૪૯૧ કરોડ, ૩૧ મે સુધી ઈÂન્ડગોને ૨૫.૧ કરોડ અને ૨૦ જૂન સુધી સ્પાઈસ જેટને ૩૦.૭૩ કરોડ અને ગોએરને ૨.૧ કરોડ રૂપિયાનું નુકસાન થયું. એર ઈÂન્ડયાના અધિકારીએ કહ્યું હતું કે એર સ્પેસ પર પ્રતિબંધથી એરલાઈનને રોજનું ૬ કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે.
જમ્મુ-કાશ્મીરમાં પુલવામા હુમલા બાદ ભારતે ૨૬ ફેબ્રુઆરીએ પાકિસ્તાનમાં એર સ્ટ્રાઈક કરીને આતંકી મસૂદ અઝહરના સંગઠન જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાનો નાશ કર્યો હતો. બાદમાં બંને દેશોની વચ્ચે તણાવ પેદા થયો અને પાકે ભારત માટે હવાઈ એરસ્પેસ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવ્યો હતો. બાદમાં એપ્રિલમાં ૧૧માંથી માત્ર એક પશ્ચિમ માર્ગ ખોલ્યો હતો.