પીએમ કિસાન યોજના હેઠળ ભારત સરકારશ્રી દ્વારા લાભાર્થીઓના ઈ-કેવાયસી માટેની ઝુંબેશ હાથ ધરાઈ

પીએમ કિસાન યોજના હેઠળ ભારત સરકારશ્રી દ્વારા લાભાર્થીઓના ઈ-કેવાયસી માટેની ઝુંબેશ હાથ ધરાઈ
Spread the love

પીએમ કિસાન યોજના હેઠળ ભારત સરકારશ્રી દ્વારા લાભાર્થીઓના ઈ-કેવાયસી માટેની ઝુંબેશ હાથ ધરાઈ

 

ઈ-કેવાયસી બાકી છે તેવા લાભાર્થીઓએ ગ્રામ્ય કક્ષાએ નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) ખાતે ૨૧ ફેબ્રુઆરી, ૨૦૨૪સુધી ઈ-કેવાયસી  કરાવી લેવુ

 

જૂનાગઢ :  પીએમ કિસાન યોજના હેઠળ ભારત સરકારશ્રી દ્વારા ૧૫મા હપ્તાથી ઈ-કેવાયસી ફરજીયાત કરવામાં આવેલ છે. જેથી જે લાભાર્થીઓને ૧૫મો હપ્તો મળ્યો ન હોય તેવા લાભાર્થીઓને ૧૫મો હપ્તો  અને આગામી  ૧૬ મો હપ્તો  મેળવવા માટે ઈ-કેવાયસી ફરજીયાત કરાવી લેવાનું રહેશે.

સરકારશ્રી દ્વારા તા. ૧૨ થી ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૪ સુધી કોમન સર્વિસ સેન્ટર (CSC) મારફતે રાષ્ટ્રવ્યાપી eKYC માટેની ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. જેનું ઈ-કેવાયસી બાકી છે. તેવા લાભાર્થીઓએ ગ્રામ્ય કક્ષાએ નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) ખાતે ઉપસ્થિત રહી બાયોમેટ્રીક ઓથેન્ટીફીકેશન દ્વારા ઈ-કેવાયસી કરાવી લેવાનું રહેશે.

આ ઉપરાંત અન્ય પધ્ધતિઓ દ્વારા પણ ઈ-કેવાયસી પૂર્ણ કરી શકાય છે. જેવી કે, ગ્રામ્ય કક્ષાએ ગ્રામસેવકશ્રી, તાલુકા પંચાયત  કક્ષાએ  તાલુકા વિસ્તરણ અધિકારી શ્રીની કચેરીએ રૂબરૂ ઉપસ્થિત રહી ફેસ ઓથેન્ટીકેશન દ્રારા  eKYC   કરાવી શકશે.

ગ્રામ્ય કક્ષાએ કોઈપણ યુવાન દ્વારા PM કિસાન મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરી પીએમ કિસાનના લાભાર્થીનો આધાર ઓટીપી નો ઉપયોગથી લોગ ઈન કરી અન્ય ૧૦ લાભાર્થીઓનું ફેસ ઓથેંટીકેશન દ્વારા ઈ-કેવાયસી થઈ શકે છે. જે લાભાર્થીઓનો આધાર સાથે મોબાઈલ લીંક હોય તેવા લાભાર્થીઓ આધાર ઓટીપી દ્વારા ઘરે બેઠા સરળતાથી જાતે જ ઈ-કેવાયસી કરી શકે છે. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી વી.કે ચૈાહાણ  જિલ્લા પંચાયત જૂનાગઢ દ્રારા  જણાવવામાં આવ્યું છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!