રાજુલા : ધારાસભ્ય શ્રી એ ચાંચ બંદર ગામને આપેલા વચન મુજબ ની કામગીરી કરી બતાવી

રાજુલા : ધારાસભ્ય શ્રી એ ચાંચ બંદર ગામને આપેલા વચન મુજબ ની કામગીરી કરી બતાવી
Spread the love

રાજુલા : ધારાસભ્ય શ્રી એ ચાંચ બંદર ગામને આપેલા વચન મુજબ ની કામગીરી કરી બતાવી

રાજુલાના ચાંચબંદરની ખાડી પરના પૂલ ને 71 કરોડના ખર્ચે મંજૂરી.

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી બજેટ સત્ર દરમિયાન આપવામાં આવી મંજૂરી. 20 કિલોમીટર ફરી ફરીને ભટકવું પડતું હતું ત્યારે આ તાજપર ની ખાડી પરનો પુલ મંજૂર તથા ચાન્સ ખેરા પટવા સમઢીયાળા અને વિક્ટર સુધીના દરિયાકાંઠાના કોળી સમાજમાં આનંદની લાગણી ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો

રાજુલા તાલુકાનું ચાંચ બંદર એટલે કે ચાંચ બંદર ખેરા પટવા સમઢીયાળા અને વિક્ટર સુધીનો કાંઠા વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે આ દરિયાકાંઠાના વિસ્તારમાં કોળી સમાજની વસ્તી આવેલી છે

રાજુલા મહુવા કે જાફરાબાદ ખરીદી કરવા જતા ચાંચ બંદરના લોકોને જાત બંદર જવું હોય તો ફરી ફરીને 20 કિલોમીટર જવું પડતું હતું પરંતુ ખાડી પરનો પુલ ન હતો ત્યારે 2022 ની વિધાનસભામાં હાલના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી ચાંચ પરના ખાડી પરનું પુલ કોઈ પણ સંજોગે બનાવી આપી અને આ વિસ્તારનું ઋણ અદા કરવા માટે વચન આપ્યું હતું આજે આ વચન પૂર્ણ થવા પામ્યું હતું

હાલમાં ગુજરાત સરકારના ચાલી રહેલા બજેટમાં રૂપિયા 71 કરોડના ખર્ચે ચાંચ બંદર ખાડી ખાડી પરના પુલ માટે મંજૂરીની મહોર મારવામાં આવી હતી અને મુખ્યમંત્રીએ ધારાસભ્યને જાણ કરતા ધારાસભ્યોએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ નો આભાર વ્યક્ત કર્યો હતો

આ બાબતે રાજુલા જાફરાબાદ અને ખાંભાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી એ જણાવ્યું હતું કે ચાંચ બંદર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોનું ખૂબ મારી ઉપર ઋણ છે ત્યારે આ ઋણ અદા કરવા આ વિસ્તારના લોકોને મેં ચૂંટણી સમયે વચન આપ્યું હતું અને આજે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાતની સંવેદનશીલ ભાજપ સરકાર દ્વારા રૂપિયા 71 કરોડના ખર્ચે આ ચાંચ પરના મંજૂરી આપવામાં આવતા મુખ્યમંત્રીનો હું આભાર માનું છું

આ ચાંચબંદરના ખાડી પરના પુલને મંજૂરી મળતા આ વિસ્તારના ગ્રામજનોમાં આનંદની લાગણી પ્રસરી જવાબ આવી છે અને ગ્રામજનો દ્વારા પણ ધારાસભ્યનો આભાર માનવામાં આવ્યો છે.

રિપોર્ટ – મહેશ વરુ – રાજુલા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!