જૂનાગઢ જિલ્લામાં સરકારી કચેરીઓની ૨૦૦ મીટરની ત્રિજ્યામાં ઉપવાસ/ધરણા સુત્રોચ્ચાર કરવા પર પ્રતીબંધ

જૂનાગઢ જિલ્લામાં સરકારી કચેરીઓની ૨૦૦ મીટરની ત્રિજ્યામાં ઉપવાસ/ધરણા સુત્રોચ્ચાર કરવા પર પ્રતીબંધ
જૂનાગઢ : હાલમાં જિલ્લા તેમજ સ્થાનિક/તાલુકા કક્ષાએ આવેલ વિવિધ સરકારી કચેરીઓ સમક્ષ રજુઆતના બહાને ઉપવાસ, ધરણા, દેખાવો, સુત્રોચ્ચાર જેવા કૃત્યો કરી પોતાનો વિરોધ દર્શાવતા હોય છે. સરકારી કચેરીઓમાં રોજીંદી કાર્યવાહીમાં રૂકાવટ ઉભી થતી હોય છે. આવા પ્રસંગે તેઓને ખસેડવા બળનો પ્રયોગ કરવાની ફરજ પડે જેના કારણે કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો ઉદભવે છે. જેથી તે બાબતોનું નિયમન કરવા આવી પ્રવૃતિઓ નિવારી શકાય તે માટે ફોજદારી કાર્યરિતી અધિનીયમ ૧૯૭૩ની કલમ ૧૪૪ અન્વયે સમગ્ર જિલ્લામાં આવેલ તમામ સરકારી કચેરીઓની ૨૦૦ મીટરની ત્રિજ્યામાં આવતા વિસ્તારમાં કોઈએ ઉપવાસ ધરણાં પર બેસવું નહીં, જાહેર સુલેહ શાંતિ જોખમાય તે રીતે સૂત્રોચ્ચાર કરવા નહીં, કોઈ પણ વ્યક્તિએ લાઠી અગર ઈજા થાય તેવાં હથિયાર સાથે પ્રવેશ કરવો નહીં, કોઈ વિસ્ફોટક પદાર્થ અથવા આગ લાગે તેવા પદાર્થો રાખવાની નહીં, ચાર કે તેથી વધુ માણસો એ ભેગા થવું નહીં કે અતિક્રમણ કરવું નહીં, સરકારી કચેરી આસપાસ કે સરકારી કચેરીના પરિસરમાં ગંદકી કચરો કરવો નહીં તે મતલબનું મનાઇ ફરમાવતું એક જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી એન.એફ.ચોધરીએ તેમને મળેલી ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩ (૧૯૭૪ના નંબર-૨)ની કલમ-૧૪૪ હેઠળ મળેલ સત્તાની રૂએ જાહેરનામું પ્રસિદ્ધ કરેલ છે. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે. તા.૧૨-૪-૨૦૨૪ સુધી આ જાહેરનામુ અમલમાં રહેશે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300