જૂનાગઢ શહેર,વિસાવદર,ભેસાણ,મેંદરડા, માણાવદર અને વંથલી તાલુકાના ગામડાઓમાં પીજીવીસીએલના દરોડા

જૂનાગઢ શહેર,વિસાવદર,ભેસાણ,મેંદરડા, માણાવદર અને વંથલી તાલુકાના ગામડાઓમાં પીજીવીસીએલના દરોડા
૧૨૦ વીજ જોડાણમાં ગેરરીતી સામે આવી : રૂ.૨૮.૭૫ લાખનો દંડ કરાયો
જૂનાગઢ : વીજચોરીના સામાજિક દૂષણને ડામવા પીજીવીસીએલ દ્વારા સતત આકરી કામગીરી કરવામાં આવી રહી છે. વીજલોસ ધરાવતા ફીડરો પર આયોજનબદ્ધ રીતે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
તા. ૧૨.૦૨.૨૦૨૪ થી તા.૧૪-૦૨-૨૦૨૪ દરમિયાનમાં ઇન્સ્ટોલેશન ચેકિંગ ડ્રાઈવના અનુસંધાને જૂનાગઢ જિલ્લાના વિસાવદર, ભેસાણ, જુનાગઢ શહેર, વંથલી, માણાવદર અને મેંદરડા હેઠળની પેટાવિભાગીય કચેરીઓ હેઠળના વિવિધ વિસ્તારોમાં એસ.આર.પી. સ્ટાફ તથા અન્ય સ્ટાફના ચુસ્ત બંદોબસ્ત હેઠળ ઈજનેરોની વીજચેકિંગ ટીમો દ્વારા વીજચેકિંગની કામગીરી કરવામાં આવી હતી. આ દરમિયાન રહેણાંક, વાણિજ્યિક, ખેતીવાડી વગેરે મળીને કુલ ૮૦૨ જેટલા વીજજોડાણો ચકાસવામાં આવ્યાં હતા, જે પૈકી ૧૨૦ વીજજોડાણોમાં જુદાજુદા પ્રકારની ગેરરીતિ માલૂમ પડતાં કુલ રૂ. ૨૮.૭૫ લાખની દંડનીય આકારણીના બિલ ફટકારવામાં આવ્યાં હતા. નોંધનીય છે કે એપ્રિલ-૨3 થી જાન્યુઆરી-૨૪ ના સમયગાળા દરમિયાન જૂનાગઢ વર્તુળ કચેરી હેઠળ કુલ ૪૪૭૩૨ વીજજોડાણો ચકાસવામાં આવ્યાં છે, જેમાંથી કુલ ૬૮૬૯ વીજજોડાણોમાં વિવિધ ગેરરીતિ સબબ કુલ રૂ. ૧૬૪૦.૨૩ લાખ ની દંડનીય આકારણીના બિલ આપવામાં આવ્યાં છે.
આગામી દિવસોમાં ચેકિંગની આ ઝુંબેશને વધુ વ્યાપક અને ગતિશીલ બનાવાશે. પીજીવીસીએલની આ કામગીરીને લીધે વીજચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300