ગીર-સોમનાથ જિલ્લામાં “નારી શક્તિ વંદના” કાર્યક્રમ સફળતા પુર્વક સંપન્ન.

ગીર-સોમનાથ જિલ્લામાં “નારી શક્તિ વંદના” કાર્યક્રમ સફળતા પુર્વક સંપન્ન.
આજરોજ તા.06-03-2024 ના રોજ ગીર-સોમનાથ જિલ્લાના વેરાવળ મુકામે “નારી શક્તિ વંદના” કાર્યક્રમ યોજાયેલ જેમાં આખા જિલ્લા માંથી ખુબજ મોટી સંખ્યામાં સખી મંડળના બહેનો તેમજ અન્ય બહેનો ઉમટી પડેલ જેમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી વર્ચ્યુઅલ માધ્યમ થી પ્રેરક ઉદબોધન કરેલ આ કાર્યક્રમ ગુજરાતની 182 વિધાનસભા માં ખુબજ મોટી સંખ્યામાં મહિલાઓ દ્વારા નિહાળેલ અને વડાપ્રધાન શ્રીએ મહિલાઓ માટે કેટલી બધી યોજનાઓનો લાભ આપેલ છે અને મહિલાઓને શક્તિશાળી કરેલ છે જે જણાવેલ. તેમજ 13 હજારથી વધુ સ્વ-સહાય જુથની 1 લાખ 30 હાજર થી વધુ મહિલાઓને રૂ.250 કરોડ થી વધુની સહાયની પણ જાહેરાત કરેલ. જેને તમામ મહિલાઓએ તાળીઓના ગડગડાત થી વધાવી લીધેલ આ કાર્યક્રમમાં ગીર સોમનાથ જિલ્લા પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પીઠીયા તેમજ સંગઠનના હોદેદારો, મહિલા હોદેદારો તથા કાર્યકરો ઉપસ્થિત રહેલ તેમજ ડેપ્યુટી કલેક્ટર શ્રી જોષી સાહેબ તથા તંત્ર દ્વારા ખુબજ જહેમત ઉઠાવેલ અને આ કાર્યક્રમ “નારી શક્તિ વંદના” ખુબજ સફળતા પૂર્વક સંપન્ન થયેલ……..આ કાર્યક્રમના ઇન્ચાર્જ તરીકે ભાજપ મહિલા મોરચાના આગેવાન ઉષાબેન કુસકીયા એ જવાબદારી સંભાળેલ હતી.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300