અમેરિકા-તાઈવાન વચ્ચે ૨.૨ બિલિયર ડાલરની સંરક્ષણ ડીલ થશે

વાશિંગ્ટન,
અમેરિકા પોતાના સહિયોગી દેશ તાઇવાનને હથિયારો વેચવા જઇ રÌšં છે જેને પગલે હવે ચીનના પેટમાં દુખાવો ઉપડયો છે કેમ કે તાઇવાન દક્ષિણ ચીન સમુદ્રમાં ચીને જે ઘુસણખોરી કરીને કબજા કરી લીધો છે તેનો વિરોધ કરી રÌšં છે. આ પરિÂસ્થતિ વચ્ચે એવા અહેવાલો છે કે અમેરિકા અને તાઇવાનની મિત્રતા વધી રહી છે .
હવે અમેરિકા પોતાના આ મિત્ર દેશને યુદ્ધ હથિયારો પુરા વાડવા લાગ્યું છે. તેથી હવે ચીને અમેરિકાને ચેતવણી આપી છે કે તે તાઇવાનને કોઇ પણ પ્રકારના હથિયારો ન વેચે કે મદદ ન કરે.
અમેરિકા અને તાઇવાન વચ્ચે ૨.૨ બિલિયન ડોલરની ડીલ થઇ છે, જેના બદલામાં અમેરિકા તાઇવાનનો મોટા પાયે હથિયારો પુરા પાડશે. જા અમેરિકા તાઇવાનને હથિયારો આપે તો તે મજબુત બની જશે તેથી ચીન વિરોધ કરવા લાગ્યું છે. ચીને અમેરિકાને વિનંતી કરી છે કે આ ડીલને કેંસલ કરવામાં આવે અને તાઇવાનને કોઇ જ હથિયાર ન આપવામાં આવે. અમેરિકા તાઇવાનને જે હથિયારો પુરા પાડવા જઇ રÌšં છે તેમાં ૧૦૮ એમ૧એ૨ટી અબ્રામ્સ ટેંકો, ૨૫૦ સ્ટ્રિંગર પોર્ટેબલ એÂન્ટ એરક્રાફ્ટ મિસાઇલો, આ ઉપકાંત આ ટેંકો અને મિસાઇલોને મદદરૂપ થનારા અન્ય હથિયારો પણ અમેરિકા તાઇવાનને આપવા જઇ રÌšં છે.
આ અંગેની જાણકારી અમેરિકાના ડિફેન્સ સિક્્યોરિટી કોઓપરેશન એજન્સી (ડીએસસીએ)એ આપી હતી. ડીએસસીએએ જણાવ્યું હતું કે આ ડીલથી તાઇવાનને અતી આધુનિક ટેંકો મળશે સાથે તેવી હવાઇ હુમલા કરવા તેમજ સ્વરક્ષા કરવાની ક્ષમતા પણ વધી જશે. તાઇવાનને હથિયારો ન વેચવા ચીન આજીજી કરવા લાગ્યું છે.